વિવાદોમાં સેરેના વિલિયમ્સ, યૂએસ ઓપનના ફાઇનલમાં અમ્પાયરને કહ્યો ચોર

અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયસમ્સ યૂએસ ઓપનના ફાઇનલ મેચમાં હાર્યા બાદ ચર્ચામાં છે. સેરેના જાપાનની નાઓમી ઓસાકાની સાથે ફાઇનલ મેચ દરમિયાન અમ્પાયર પર ભડકી હતી. 

વિવાદોમાં સેરેના વિલિયમ્સ, યૂએસ ઓપનના ફાઇનલમાં અમ્પાયરને કહ્યો ચોર

નવી દિલ્હીઃ યૂએસ ઓપન 2018નો મહિલા સિંગલ્સનો ફાઇનલ મેચ ટેનિસ ફેન્સ હંમેશા યાદ રાખશે. તે માટે બે કારણ છે. પ્રથમ એક નવો ચેમ્પિયન ચામે આવ્યો અને બીજુ સેરેના વિલિયમ્સનો અને ચેર અમ્પાયર સાથે ઝગડો. જાપાનની નાઓમી ઓસાકાએ ફાઇનલ મેચમાં સેરેના વિલિયમ્સ પર 6-2, 6-4થી વિજય મેળવ્યો હતો. ઓસાકાનું આ પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. જાપાન તરફથી આ સિદ્ધિ મેળવનાર ઓસાકા પ્રથમ ખેલાડી બની છે. સેરેના અને ઓસાકા વચ્ચે આ મેચ ગ્રાન્ડસ્લેમનો સૌથી વિવાદિત મેચ તરીકે પણ જોવામાં આવશે. 

અત્યાર સુધી 23 વખત ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચુકેલી સેરેના વિલિયમ્સનો મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. ફેન્સને આશા હતી કે સેરેના મારગ્રેટ કોર્ટના 24 ગ્રાન્ડસ્લેમ ટાઇટલના સર્વકાલિન રેકોર્ડની બરોબરી કરી લેશે. પરંતુ આ ન થયું. મેચ હાર્યા બાદ પણ દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ચર્ચામાં બનેલી છે. 

ઉલ્લેખનીય છે કે ગેમના બીજા સેટ દરમિયાન સેરેના વિલિયમ્સને પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તે અમ્પાયર સામે ભડકી ઉઠી હતી. ગેમ દરમિયાન સેરેનાના કોચ તેને કંઇક ઈશારો કરી રહ્યા હતા. સેરેનાએ કહ્યું કે, તે ચીટિંગ કરીને મેચ જીતવા ઈચ્છતી નથી. સેરેનાએ પેનલ્ટી આપવા માટે અમ્પાયરને ચોર પણ કહ્યો હતો. 

36 વર્ષીય સેરેના વિલિયમ્સને ગેમ દરમિયાન નિયમોનો ભંગ કરવા માટે અમ્પાયરે પેનલ્ટી આપી હતી. સેરેનાએ અમ્પાયરને કહ્યું કે, હું મેચ જીતવા માટે બેઇમાની કરતી નથી. હવે તમે મારા કોઈપણ મેચનો ભાગ નહીં બનો. તમે ખોટા છો અને તે માટે તમારે મારી માફી માંગવી જોઈએ. તમે મારા મેચનો એક અંક છીનવી લીધો અને તેથી તમે ચોર પણ ચો. સેરેના પ્રમાણે કોચ માત્ર તેનો ઉત્સાહ વધારવા માટે અંગુઠો દેખાડતા હતા. 

મેચ પૂર્ણ થયા બાદ પણ સેરેનાનો ગુસ્સો યથાવત
મેચ પૂર્ણ થયા બાદ પણ સેરેનાનો અમ્પાયર પર ગુસ્સો યથાવત રહ્યો હતો. તેણે અમ્પાયર સાથે હાથ ન મિલાવ્યો અને મેચ બાદ કહ્યું કે હું અત્યારે સવાલ ઉઠાવીને અશિષ્ટ વ્યવહાર કરવા ઈચ્છતી નથી. આ નાઓમી ઓસાકાનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે અને તેના માટે આ જીતને શાનદાર બનાવીએ. 

ઓસાકાએ મેચ બાદ કહ્યું કે, મને હજુ પણ લાગતું નથી કે વાસ્તવમાં આમ થઈ ગયું છે. થોડા દિવસોમાં મને ખ્યાલ આવશે કે મેં શું કર્યું છે. પેનલ્ટીના માધ્યમથી એક ગેમ મળવા પર ઓસાકાએ કહ્યું કે આ બધુ જ્યારે થયું ત્યારે સ્કોર 5-3 હતો અને તેથી હું થોડી ભ્રમમાં હતી. તેણે કહ્યું કે, મને લાગ્યું કે મારે મારૂ ધ્યાન કેન્દ્રીત રાખવું પડશે. તે ચેમ્પિયન ખેલાડી છે અને તેથી મને ખ્યાલ છે કે તે કોઈપણ અંક સમયે વાપસી કરી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news