હોસ્પિટલથી ઘરે પહોંચ્યા બાદ હાર્દિક ફરી ઉપવાસ પર બેઠો, ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું
સતત ઉપવાસ બાદ હાલ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે.
Trending Photos
અમદાવાદ: સતત ઉપવાસ બાદ હાલ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. ઉપવાસના 16માં દિવસે તેની તબિયતમાં સુધારો આવતા તેને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવ્યો છે. ડિસચાર્જ બાદ હાર્દિકને એમ્બ્યુલન્સ મારફતે તેના નિવાસ સ્થાને લઇ જવાયો હતો. નિવાસ સ્થાને પ્રવેશ થતા જ પોલીસ અને ડી.સી.પી વચ્ચે બોલચાલી થતા હાર્દિકે કહ્યું હતું કે મારી નાખવાની ધમકી ન આપો ડી.સી.પી ત્યારે ડી.સી.પીએ પણ વળતો જવાબ આપ્યો હતો. આ સાથે હાર્દિકે ઘરે પહોંચતા ફરી ુપવાસ શરૂ કરી દીધા છે.
ગ્રીનવુડ રીસોર્ટબહાર પોલીસની દાદગીરી
હાર્દિક પટેલને જે સમયે હોસ્પિટલમાતી ડિસચાર્જ કરીને તેના નિવાસ સ્થાને લઇ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ગ્રીનવુડ રીસોર્ટની બહાર મોટી સંખ્યમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવી હતી. પોલીસ અને પત્રકારો સાથે દાદાગીરી કરતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પોલીસે કેમેરાથી શુટીંગ કરવાનો ઇન્કાર કરીને દાદાગીરી કરવામાં આવી હતી.
શું કહ્યું મનોજ પનારાએ
પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે "આજે 16માં દિવસે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાન આવી ગયા છે. અહીં તેમના ઉપવાસ ચાલું છે. જે પ્રકારે હાર્દિક પટેલની તબિયત લથડી હતી અને તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારબાદ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ગુજરાતની અંદર મર્ડર કરવું, બળાત્કાર કરવો, લૂંટ કરવી, ડકેતી કરવી આને ગુનો માનવામાં આવતો નથી. આવી પ્રવૃત્તિ કરનારા લોકો ખુલ્લેઆમ ગુજરાતમાં ફરે છે. જમીમ માફિયાઓ, ખનન માફિયાઓ ખુલ્લેઆમ રાજનીતિના સથવારે ગુજરાતની જનતાને લૂંટી રહ્યા છે પરંતુ ગુજરાતની અંદર ઉપવાસ કરવા એ ગુનો માનવામાં આવે છે. અહિંસાના માર્ગે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય, અલ્પેશ કથીરિયા જેલમૂક્ત થાય, અને પાટીદાર સમાજને અનામત માગી રહ્યા છે. આ ત્રણ મુદ્દાને લઇને હાર્દિક પટેલ 16 -16 દિવસ સુધી ઉપવાસ પર છે."
હાર્દિકના સમર્થનમાં થયો મોટો ઉછાળો
હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ છે ત્યારે તેના સમર્થનમાં શરૂઆતમાં ખૂબ ઓછા લોકોને અંદર પ્રવેશ અપાયો હતો. પરંતુ 11માં દિવસે સરકાર જાગતા અન્ય લોકોને મોટા પ્રમાણમાં જવા દેવામાં આવતા હતાં. તે દરમિયાન હાર્દિક હોસ્પિટલ જતાં તેને સમર્થન ઘટ્યું હોવાની અટકળો લાગી રહી હતી પરંતુ સ્પ્રિંગ ઉછળે તેવી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં પાટીદારો અને અન્ય સમાજનાલોકો તેના સમર્થનમાં બહાર નીકળતાં જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે