Shane Warne Ball Of the Century: શું તમે જોયો છે શેન વોર્નનો 'બોલ ઓફ ધ સેન્ચુરી', અત્યાર સુધી કોઈપણ બોલર કરી શક્યું નહીં

શેન વોર્નનું 52 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. તેમણે પોતાની બોલિંગથી સારા-સારા બેટ્સમેનોને ચકિત કરી દીધા હતા. એકવાર તેમણે એવો બોલ ફેંક્યો હતો,જે ઈતિહાસમાં બોલ ઓફ ધ સેન્ચુરીના નામથી નોંધાઈ ગયો.

Shane Warne Ball Of the Century: શું તમે જોયો છે શેન વોર્નનો 'બોલ ઓફ ધ સેન્ચુરી', અત્યાર સુધી કોઈપણ બોલર કરી શક્યું નહીં

નવી દિલ્લી: ઓસ્ટ્રેલિયાના લેજન્ડ સ્પિનર  શેન વોર્નનું 52 વર્ષની ઉંમરમાં નિધન થયું. જણાવાઈ રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ અટેકના કારણે થયું છે. શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં બીજા સૌથી વધારે વિકેટ લેનારા બોલર છે. પરંતુ તેમની ઓળખ ત્યાં સુધી જ પૂરતી નથી. વોર્ન પોતાની બોલિંગથી સારા-સારા બેટ્સમેનોને ચકિત કરી દેતા હતા. એકવાર તેમણે એવો બોલ ફેંક્યો હતો,જે ઈતિહાસમાં બોલ ઓફ ધ સેન્ચુરીના નામથી નોંધાઈ ગયો. તેમના 90 ડિગ્રી પર ટર્ન લેતાં બોલે બેટ્સમેનને ચકિત કરી દીધો હતો. તેનો વીડિયો આજેપણ વાયરલ થાય છે.

બોલ ઓફ સેન્ચુરી પર આઉટ થયા હતા ગેટિંગ
બોલ ઓફ સેન્ચુરીને લેજન્ડ શેન વોર્ને 1993ની એશિઝ સિરીઝ દરમિયાન ફેંકી હતી. વોર્ને 4 જૂન 1993ના રોજ ઈંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન માઈક ગેટિંગને બોલ્ડ કર્યો. તે બોલ લગભગ 90 ડિગ્રીના ખૂણેથી સ્પિન થયો હતો. જેને જોઈને બધા દંગ રહી ગયા હતા. સદીના સર્વશ્રેષ્ઠ બોલ કહેવામાં આવતાં આ બોલે વોર્નની જિંદગી બદલી નાંખી હતી. વોર્નનો બોલ લેગ સ્ટમ્પની ઘણી બહાર પીચ થયો અને એવું લાગી રહ્યું હતું કે બોલ વાઈડ જઈ શકે છે. તેના કારણે ગેટિંગે તેને રમવાનો પ્રયાસ કર્યો નહીં. તેની વચ્ચે જબરદસ્ત ઝડપથી ટર્ન થયેલો બોલ ગેટિંગને ચકિત કરીને ઓફ સ્ટમ્પ પર લાગ્યો. જેને જોઈને બધા હેરાન રહી ગયા.

— N. (@Relax_Boisss) March 4, 2022

વોર્ને જાતે ખોલ્યું હતું બોલ ઓફ ધ સેન્ચુરીનું રહસ્ય
બોલ ઓફ ધ સેન્ચુરીનો ખુલાસો શેન વોર્ને જાતે અનેક વર્ષો પછી કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બોલ એક આશ્વર્ય હતું. મેં ક્યારેય તેની કલ્પના કરી પણ ન હતી. હું તેનું પુનરાવર્તન કરી શકીશ નહીં. એક લેગ સ્પિનર તરીકે તમે હંમેશા એક શાનદાર લેગ બ્રેક બોલ નાંખવા વિશે વિચાર કરતાં હોય. મેં પણ તે જ પ્રકારનો બોલ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ 90 ડિગ્રી સુધી ફરી ગયો, જે હકીકતમાં આશ્વર્યકારક હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news