IPL 2023: પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને કેપ્ટન પદેથી હટાવ્યો, આ ખેલાડીને મળી કમાન

Shikhar Dhawan: પંજાબ કિંગ્સે પાછલી સીઝનમાં અનુભવી ઓપનર શિખર ધવનને ખરીદ્યો હતો. હવે તેને કેપ્ટન બનાવી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 
 

IPL 2023: પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને કેપ્ટન પદેથી હટાવ્યો, આ ખેલાડીને મળી કમાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 પહેલા પંજાબ કિંગ્સે ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ મયંક અગ્રવાલને હટાવી શિખર ધવનને કેપ્ટન બનાવી દીધો છે. ધવન દિગ્ગજ ખેલાડી છે અને વર્તમાન સમયમાં ભારતની કમાન પણ સંભાળતો જોવા મળે છે. ધવનને ન્યૂઝીલેન્ડના પ્રવાસે વનડે સિરીઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે. આ પહેલા તેણે દક્ષિણ આફ્રિકા સામે વનડે સિરીઝમાં ટીમની કમાન સંભાળી હતી. ધવનની પાસે મયંક કરતા વધુ અનુભવ છે અને તે પંજાબ માટે સારો વિકલ્પ બની શકે છે. 

પાછલી સીઝનમાં પંજાબે ધવનને કેપ્ટન બનાવવાનો મૂડ બનાવ્યો હતો, પરંતુ અંતિમ સમયમાં નિર્ણય બદલી દીધો અને મયંકને કમાન સોંપી હતી. મયંકની આગેવાનીમાં પાછલી સીઝનમાં ટીમનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું અને પંજાબ કિંગ્સ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી. હવે ધવનની આગેવાનીમાં પંજાબ નવી સીઝનમાં સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. 

— Punjab Kings (@PunjabKingsIPL) November 2, 2022

બેટથી ધવન કરી રહ્યો છે સારૂ પ્રદર્શન
બેટિંગમાં પણ ધવને પાછલી સીઝનમાં મયંક કરતા સારૂ પ્રદર્શન કર્યું હતું. ધવને 14 મેચોમાં 38.33ની એવરેજની સાથે 460 રન બનાવ્યા હતા અને તે પંજાબ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો હતો. ધવનના બેટથી ત્રણ અડધી સદી નિકળી હતી અને તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 88 રન રહ્યો હતો. મયંકે 12 ઈનિંગમાં 16.33ની એવરેજની સાથે માત્ર 196 રન બનાવ્યા હતા. તે એક અડધી સદી ફટકારી શક્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news