મલેશિયા ઓપનઃ સેમીફાઇનલમાં કિદાંબી શ્રીકાંત અને પીવી સિંધુનો પરાજય

મલેશિયા ઓપનમાં ભારતના બંન્ને ખેલાડીનો પરાજય થતા ભારતના અભિયાનનો અંત આવ્યો છે. 

 

મલેશિયા ઓપનઃ સેમીફાઇનલમાં કિદાંબી શ્રીકાંત અને પીવી સિંધુનો પરાજય

બુકિત જલિલ (મલેશિયા): મલેશિયા ઓપનમાં શનિવારનો દિવસ ભારતીય શટલરો માટે ખરાબ રહ્યો. પુરૂષોમાં વર્લ્ડ નંબર-7 કિબાંદી શ્રીકાંત અને મહિલાઓમાં વર્લ્ડ નંબર-3 પીવી સિંધુને સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ નંબર-1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન તાઇવાનની બેડમિન્ટન ખેલાડી તાઇ જુ યિંગે ભારતને પીવી સિંધુને પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. યિંગે સેમીફાઇનલ મેચમાં વર્લ્ડ નંબર-3 સિંધુને રોમાંચર મેચમાં 21-15, 19-21, 21-11થી પરાજય આપ્યો. 

આ મેચ 55 મિનિટ સુધી ચાલી હતી. ફાઇનલમાં યિંગનો સામનો થાઇલેન્ડની રતચાનોક ઇંતાનોન અને ચીનની જ બિંગજિયાઓ વચ્ચે યોજાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. વિશ્વની ટોંચની ખેલાડીઓ વચ્ચે આ મેચ ટક્કરવાળી રહી. પ્રથમ ગેમ એક સમયે 6-6ની બરોબરી પર હતો. અહીં યિંગે બ્રેકમાં જતા પહેલા 11-9ની લીડ લઈ લીધી. બ્રેક બાદ તે સિંધુ પર હાવી થઈ અને ગેમ પોતાના નામે કરી લીધી. સિંધુ હાર માનનારી ન હતી. 

કમબેકનો પ્રયત્ન, પરંતુ ભારે પડી યિંગ
તેણે બીજી ગેમમાં શાનદાર શરૂઆત કરીને 8-6ની લીડ મેળવી હતી. યિંગે બરોબરી કરી અને સ્કોર 9-9 કરી દીધો અને બ્રેકમાં 11-10ની લીડ સાથે ગઈ. રિયો ઓલમ્પિકની સિલ્વર મેડલ વિજેતા સિંધુ બ્રેક બાદ વાપસી કરવામાં સફળ રહી. તેણે 18-16ની લીડ મેળવી, પરંતુ એકવાર ફરી યિંગે 19-19થી સ્કોર બરોબર કરી લીધો. અહીંથી સિંધુએ બે અંક લઈને ગેમ પોતાના નામે કરી લીધો અને મેચ ત્રીજી ગેમમાં પહોંચી ગયો. ત્રીજી ગેમની શરૂઆતમાં યિંગેને સિંધુએ ટક્કર આપી. બાદમાં યિંગ હાવી થઈ અને મેચ જીતી લીધી. 

શ્રીકાંતની સફર સમાપ્ત
બીજીતરફ કિદાંબી શ્રીકાંત મલેશિયા ઓપનની સેમીફાઇનલમાં હારી ગયો. શ્રીકાંતને શનિવારે પુરૂષ સિંગ્લસની સેમીફાઇનલમાં જાપાનના કેંટો મોમોટાના હાથે હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ નંબર-11 મોમોટાએ શ્રીકાંતને સીધા સેટમાં  21-13, 21-13થી હરાવ્યો. આ જીત સાથે મોમોટાએ ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. અહીં તેનો સામનો મલેશિયાના લી ચોંગ વેઇ અને ટોમી સુગાર્ટો વચ્ચે યોજાનારી સેમીના વિજેતા સાથે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news