હવે બેંકો ચહેરો વાંચીને માલ્યા જેવા ડિફોલ્ટર્સની ઓળખ કરશે !
સ્પેનનાં પ્રખ્યાત આર્ટિસ પાબલો પિકાસોએ કહ્યું હતું કે, કોણ વ્યક્તિનો ચહેરો સાચી રીતે વાંચી શકે છે ફોટોગ્રાફર, કાચ અથવા એક પેઇન્ટર ? હવે બેંકોનો દાવો છે કે તેઓ ચહેરો વાંચીને ડિફોલ્ટર્સની ઓળખ કરી શકશે. ગત્ત થોડા વર્ષોમાં બેંકોમાં ડિફોલ્ટર્સનાં કારણે મોટો ચુનો લાગ્યો છે. સતત બેંકોનાં એનપીએમાં થઇ રહેલા વધારાનાં કારણે બેંકનું તંત્ર ડામાડોળ થઇ ચુક્યું છે. આરબીઆઇનાં એક રિપોર્ટ અનુસાર આગામી સમયમાં એનપીએમાં વધારો થઇ શકે છે. એવામાં ગુજરાતની કેટલીક બેંકો એનપીએ સુધારવા માટે અને આવા ડિફોલ્ટર્સને પકડવા માટેનું આયોજન કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી : સ્પેનનાં પ્રખ્યાત આર્ટિસ પાબલો પિકાસોએ કહ્યું હતું કે, કોણ વ્યક્તિનો ચહેરો સાચી રીતે વાંચી શકે છે ફોટોગ્રાફર, કાચ અથવા એક પેઇન્ટર ? હવે બેંકોનો દાવો છે કે તેઓ ચહેરો વાંચીને ડિફોલ્ટર્સની ઓળખ કરી શકશે. ગત્ત થોડા વર્ષોમાં બેંકોમાં ડિફોલ્ટર્સનાં કારણે મોટો ચુનો લાગ્યો છે. સતત બેંકોનાં એનપીએમાં થઇ રહેલા વધારાનાં કારણે બેંકનું તંત્ર ડામાડોળ થઇ ચુક્યું છે. આરબીઆઇનાં એક રિપોર્ટ અનુસાર આગામી સમયમાં એનપીએમાં વધારો થઇ શકે છે. એવામાં ગુજરાતની કેટલીક બેંકો એનપીએ સુધારવા માટે અને આવા ડિફોલ્ટર્સને પકડવા માટેનું આયોજન કરી રહી છે.
હવે બેંકો ચહેરો વાંચીને ગોટાળા કરનારા લોકોની ઓળખ કરવાની તૈયારી કરી રહી છે. બેંકોનું કહેવું છે કે એવુ કરવાથી વિજય માલ્યા જેવા ડિફોલ્ટર્સને પકડવામાં મદદ મળશે.
માઇક્રોએસ્કપ્રેશનથી પકડાશે ડિફોલ્ટર્સ
ગુજરાતની કેટલીક બેંકોએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને આ મુદ્દે મદદ માંગી છે. તેના માટે માઇક્રો એક્સપ્રેશન ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે. આ મદદથી જાણવા મળસે કે ડિફોલ્ટરથી કઇ રીતે બચી શકાય. બેંકોએ યૂનિવર્સિટી દ્વારા એક ફેશિયલ માઇક્રો એક્સપ્રેશન મેન્યુઅલ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે. જેમાં તેઓ પોતાનાં કર્મચારીઓને માલ્યા જેવા લોકોની ઓળખ કરવા માટેની ટ્રેનિંગ આપી શકશે.
કઇ રીતે કામ કરે છે માઇક્રો એક્સપ્રેશન
ફેર રીડિંગ માટે માઇક્રો એક્સપ્રેશનનો ઉપયોગ થાય છે. માઇક્રો એક્સપ્રેશનની મદદથી સેકન્ડનાં 35માં ભાગમાં ચહેરાનાં ભાગમાં થનારા પરિવર્તનને પણ રીડ કરી શકાશે. જે અનૈચ્છિક હોય છે અને વ્યક્તિની સાચી ભાવનાઓને પ્રકટ કરે છે. આ પરિવર્તન કોઇ વાતને ગણત્રી પુર્વક છુપાવાતી વસ્તુનાં કારણે પેદા થાય છે.સૌથી મહત્વની બાબત છે કે માઇક્રો એક્સપ્રેશનને કોઇ પણ વ્યક્તિ છુપાવી શકે નહી.
ક્યૂબિઝમ સિદ્ધાંતોથી પ્રેરિત બેંક
બેંકોની આ યોજના પિકાસોનાં ક્યૂબિજમ સિદ્ધાંતોથી પ્રેરિત છે. 20મી સદીમાં મોર્ડન આર્ટ મુવમેન્ટમાં પેઇન્ટિંગમાં સંપુર્ણ વસ્તુ ન હોઇને તેને તુટેલા રૂપમાં જોવામાં આવી હતી. અને પછી એકત્ર કરીને વસ્તુઓનું રૂપ આપવામાં આવતું હતું. જાણકારોનું કહેવું છે કે ચહેરાનાં ભાવોની ઓળખ દગાબાજ લોકોથી બચાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે