કાંગારૂ ટીમ સ્પિનરોના દમ પર ભારત આવશે, ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરાઈ

ઓસ્ટ્રેલિયાઈ ટીમને ભારતના પ્રવાસ પર ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે 4 ટેસ્ટ અને 3 વન-ડે મેચની સિરીઝ રમવાની છે. તેના માટે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રવાસની શરૂઆત 9 ફેબ્રુઆરીએ નાગપુર ટેસ્ટ મેચ સાથે  થશે.
કાંગારૂ ટીમ સ્પિનરોના દમ પર ભારત આવશે, ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરાઈ

Australia's squad for the Test series: ઓસ્ટ્રેલિયાઈ ટીમને ભારતના પ્રવાસ પર ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે 4 ટેસ્ટ અને 3 વન-ડે મેચની સિરીઝ રમવાની છે. તેના માટે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રવાસની શરૂઆત 9 ફેબ્રુઆરીએ નાગપુર ટેસ્ટ મેચ સાથે  થશે.

કેનબેરા: ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ચોંકાવનારો નિર્ણય પણ જોવા મળ્યો છે. અનુભવી સ્પિનર એડમ ઝામ્પાને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. તેની જગ્યાએ યુવા ખેલાડી સ્પિનર ટોડ મર્ફીને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. મર્ફીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, ઓસ્ટ્રેલિયા-એ અને પ્રેસિડેન્ટ ઈલેવનમાં શાનદાર પ્રદર્શન બદલ ટીમમાં જગ્યા મળી છે. મર્ફીની સાથે ટીમમાં સ્પિનર તરીકે એશ્ટન એગર, મિશેલ સ્વેપ્સન  અને નાથન લિયોન પણ રહેશે.

કેમરૂન ગ્રીન ફીટ થઈને ટીમમાં:
કેમરૂન ગ્રીનમા કેસમાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે રાહતના સમાચાર છે. આંગળીમાં ફ્રેક્ચરના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર રહેલા ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન ભારત પ્રવાસ પહેલાં ફીટ થઈ ગયો છે. તેને પણ સ્ક્વોડમાં જગ્યા આપવામાં આવી છે. હાલમાં જ કેપ્ટન પેટ કમિન્સે ગ્રીન માટે કહ્યું હતું કે ગ્રીન છઠ્ઠા નંબર પર બેટિંગ કરે છે જેનાથી ત્રણ ઝડપી બોલરોને ઉતારવાની સરળતા રહે છે. પેટ કમિન્સે હાલમાં જ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ પૂરી થયા પછી કહ્યું હતું કે આ મોટી સિરીઝ છે અને અમે તેના માટે પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ ઉતારવા માગીએ છીએ. એગર ડાબા હાથના સ્પિનર બોલર છે અને તે ભારત જરૂર આવશે. અમે તેને ટ્રાયલ માટે ટીમમાં રાખ્યો ન હતો. ભારતની વિકેટ અલગ છે અને ત્યાં એવા બોલરો ઘણા ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરુન ગ્રીન, પીટર હેન્ડસ્કોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ:

ટેસ્ટ મેચઃ
પહેલી ટેસ્ટ મેચ -નાગપુરમાં  9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી 
બીજી ટેસ્ટ મેચ - દિલ્લીમાં 17થી 21 ફેબ્રુઆરી
ત્રીજી ટેસ્ટ મેચ - ધર્મશાળામાં 1થી 5 માર્ચ
ચોથી ટેસ્ટ મેચ - અમદાવાદમાં 9થી 13 માર્ચ

વન-ડે મેચઃ
પહેલી વન-ડે મેચ - મુંબઈમાં 17 માર્ચ
બીજી વન-ડે મેચ - વિશાખાપટ્ટનમમાં 19 માર્ચ
ત્રીજી વન-ડે મેચ - ચેન્નઈમાં 22 માર્ચ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news