WTC Final માં દુનિયા ટેન્શનમાં હતી ત્યારે સ્ટેડિયમમાં કપલનો કિસમકિસ કરતો Video Viral થયો

India vs Australia: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ વચ્ચેના કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ કપલે લાઈવ મેચમાં કંઈક એવું કર્યું જે ચર્ચાનો વિષય બની ગયો. હાલ આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

WTC Final માં દુનિયા ટેન્શનમાં હતી ત્યારે સ્ટેડિયમમાં કપલનો કિસમકિસ કરતો Video Viral થયો

WTC Final Love Proposal At Oval:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. મેચ પર હાલ ઓસ્ટ્રેલિયાની પકડ મજબૂત છે. એવામાં સૌ કોઈ ટેન્શનમાં મેચ જોઈ રહ્યાં હતાં. આવી સ્થિતિમાં કેમેરામેનનો કેમેરો એવી જગ્યાએ પહોંચ્યો કે ના દેખાવાનું પણ દેખાઈ ગયું. કપલ બેપરવાહ બનીને દુનિયાની સામે કિસમકિસ કરતુ નજરે પડ્યુ. આ દ્રશ્યો સ્ટેડિયમમાં બેસેલાં હજારો લોકો અને ટીવી પર મેચ જોઈ રહેલાં કરોડો લોકોએ જોયું. કપલ તો રાતોરાત ફેમસ થઈ ગયું.

લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ચાર દિવસીય રમત પૂર્ણ થઈ ગઈ છે. આ મેચને માણવા માટે ઘણા ચાહકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. દરમિયાન, મેચના ચોથા દિવસે સ્ટેડિયમમાં એક કપલે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ કપલે લાઈવ મેચ દરમિયાન કંઈક એવું કર્યું જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

લાઈવ મેચમાં કપલે કર્યું કંઈક આવું-
WTC ફાઈનલના ચોથા દિવસની રમત દરમિયાન, ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટેન્ડમાં બેઠેલા એક છોકરાએ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. જ્યારે છોકરીએ હા પાડી તો છોકરાએ તેને વીંટી પહેરાવી. આ દરમિયાન આ સમગ્ર સુંદર દ્રશ્ય કેમેરાની નજરમાં કેદ થઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આવું પહેલીવાર બન્યું નથી, આ પહેલા પણ લાઈવ મેચ દરમિયાન આવા દ્રશ્યો ઘણી વખત જોવા મળ્યા છે.

 

— No-No-Crix (@Hanji_CricDekho) June 10, 2023

 

ટીમ ઈન્ડિયાને મોટો ટાર્ગેટ મળ્યો છે-
ટીમ ઈન્ડિયાને WTC ફાઈનલ જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો છે, જે આજ સુધી કોઈ ટીમ ચોથી ઈનિંગમાં રન બનાવી શકી નથી. ચોથા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. ભારતને ફાઈનલ જીતીને ઈતિહાસ રચવા માટે 280 રનની જરૂર છે. એટલે કે પાંચમા અને છેલ્લા દિવસે દર્શકોને રોમાંચક ક્રિકેટની ભેટ મળવાની ખાતરી છે.

વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા-
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટ્રોફી અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા વિરાટ કોહલી ઉભો છે. દિવસની રમતના અંતે કોહલીએ 60 બોલમાં 44 રન અને અજિંક્ય રહાણે 20 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, ચાહકોને રમતના ચોથા દિવસે આ બંને ખેલાડીઓ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ છે. ભારતીયો માટે એ રાહતની વાત છે કે કોહલી અને રહાણેને ઓસ્ટ્રેલિયાના બોલરોને રમવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.કોહલીએ પોતાના મજબૂત કાંડાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરીને મિડવિકેટ અને મિડ-ઓન પર શાનદાર શોટ્સ રમ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news