9 માંથી માત્ર 2 વન-ડે સિરીઝમાં જીત, ન્યૂઝીલેન્ડમાં કેમ વામણી સાબિત થઈ રહી છે ટીમ ઈન્ડિયા?

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી-20 સિરીઝ જીત્યા પછી હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 3 વન-ડે મેચ રમશે. પહેલી મેચ શુક્રવારે ઓકલેન્ડમાં સવારે 7 કલાકે રમાશે. કેપ્ટન શિખર ધવન માટે ન્યૂઝીલેન્ડની જમીન પર તેને હરાવવું સરળ નહીં હોય. કેમ કે ટીમનો ન્યૂઝીલેન્ડ સામેનો રેકોર્ડ અત્યંત ખરાબ છે.

9 માંથી માત્ર 2 વન-ડે સિરીઝમાં જીત, ન્યૂઝીલેન્ડમાં કેમ વામણી સાબિત થઈ રહી છે ટીમ ઈન્ડિયા?

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ વન-ડે મેચ રમવાની છે. પહેલી મેચ આવતીકાલે ઓકલેન્ડમાં ભારતીય સમય પ્રમાણે સવારે 7 કલાકે રમા્શે. હાલમાં જ ભારતીય ટીમે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં કિવી ટીમને ટી-20 સિરીઝમાં 1-0થી હરાવી છે. હવે ભારતીય ટીમને શિખર ધવનની કેપ્ટનશીપમાં વન-ડે સિરીઝ  રમવાની છે. પરંતુ ધવન માટે ન્યૂઝીલેન્ડને તેની જમીન પર હરાવવું સરળ નહીં હોય. કેમ કે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામેનો રેકોર્ડ અત્યંત ખરાબ છે.

ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ સામે રેકોર્ડ:
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડની જમીન પર અત્યાર સુધી કુલ 9 વન-ડે સિરીઝ રમી છે. જેમાંથી માત્ર બે જ સિરીઝ જીતવામાં સફળતા મળી છે. જ્યારે 5માં હાર મળી છે. જો મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે
અત્યાર સુધી કુલ 42 મેચ રમી છે. જેમાંથી માત્ર 14માં જીત મળી છે. જ્યારે 25મા હારનો સામનો કરવો પડ્યો છે.

ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટીમનો રેકોર્ડ:
કુલ વન-ડે સિરીઝ - 9
ભારતની જીત  - 2
ન્યૂઝીલેન્ડની જીત - 5
ડ્રો - 2

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ:
કુલ વન-ડે સિરીઝ - 15
ભારતની જીત -8
ન્યૂઝીલેન્ડની જીત - 5
ડ્રો - 2

 

— BCCI (@BCCI) November 23, 2022

ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે હેડ ડુ હેડ:
કુલ વન-ડે મેચ - 110
ભારતની જીત- 55
ન્યૂઝીલેન્ડની જીત - 49
અનિર્ણીત - 5
ટાઈ - 1

ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનો વન-ડે રેકોર્ડ:
કુલ વન-ડે મેચ: 42
ભારતની જીત -14
ન્યૂઝીલેન્ડની જીત - 25
અનિર્ણીત - 2
ટાઈ-1

વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા:
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ,કુલદીપ યાદવ,  અર્શદીપ સિંહ, દીપક ચાહર અને ઉમરાન મલિક

ન્યૂઝીલેન્ડની ટીમ:
કેન વિલિયમ્સન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, એડમ મિલ્ને, જિમી નિશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટેનર, ટીમ સાઉથી

વન-ડે સિરીઝનો શિડ્યુલ:
પહેલી વન-ડે મેચ - 25 નવેમ્બર, ઓકલેન્ડ
બીજી વન-ડે મેચ - 27 નવેમ્બર, હેમિલ્ટન
ત્રીજી વન-ડે મેચ - 30 નવેમ્બર, ક્રાઈસ્ટચર્ચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news