કયા દેશમાં વધારે મેચ રમશે ટીમ ઈન્ડિયા? જાણો ભારતીય ક્રિકેટ ટીમનું આગામી 6 મહિનાનું શેડ્યૂલ

કયા દેશમાં વધારે મેચ રમશે ટીમ ઈન્ડિયા? જાણો ભારતીય ક્રિકેટ ટીમનું આગામી 6 મહિનાનું શેડ્યૂલ

નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ ટીમ આગામી 6 મહિનાનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત છે. IPL પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ ફેન્સ ની નજર ટી- 20 વર્લ્ડ કપ પર રહેશે. જે ઓસ્ટ્રેલિયામાં યોજાશે. હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની 5 ટી-20 મેચની સિરીઝ 2-2 ની બરાબરી પર પૂર્ણ થઈ.. હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને વ્યસ્ત શેડ્યૂલને કારણે આરામ નહીં મળે.
 
આયર્લેન્ડ સામે રમાશે બે મેચ:
26 અને 28 જૂને ભારત  આયર્લેન્ડ    સામે 2 ટી- 20 મેચ રમશે. જેમાં હાર્દિક પંડ્યા સંભાળશે ટીમ ની કમાન...કેમ કે ઇંગ્લેન્ડના પ્રવાસના કારણે ટીમના સિનિયર ખેલાડીઓ ને આરામ આપવામાં આવ્યો છે.

ભારતનો આયરલેન્ડ પ્રવાસ:
26 જૂને પહેલી ટી- 20 મેચ ડબલિન માં રમાશે
28 જૂને બીજી ટી- 20 મેચ પણ ડબલિન માં રમાશે

ઇંગ્લેન્ડના પ્રવાસમાં કુલ 7 મેચ રમાશે:
ભારતીય ટીમ 1- જુલાઈથી ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ મેચ રમશે. જે કોરોનાના કારણે 2021માં મોકૂફ રાખવામાં આવી હતી. ટેસ્ટ મેચમાં પછી ભારત  ઇંગ્લેન્ડ  ની સામે ત્રણ ટી- 20 મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. ભારતના  ઇંગ્લેન્ડ   પ્રવાસ 17 જુલાઈ થશે પૂર્ણ

ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ:
24-27 જૂન વોર્મ-અપ રમાશે
1- 5 જુલાઈ પાંચમી ટેસ્ટ મેચ, એજબેસ્ટન માં રમાશે

1લી જુલાઈએ T20 વોર્મઅપ મેચ રમાશે
 
ત્રીજી જુલાઈએ ટી20 વોર્મઅપ મેચ રમાશે
7 જુલાઈ થી 10 જુલાઈ વચ્ચે ત્રણ ટી-20 મેચ રમાશે

જ્યારે 12 જુલાઈથી 17 જુલાઈ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે
ત્યાર બાદ ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝ રમશે
ઇંગ્લેન્ડના પ્રવાસ બાદ ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. વેસ્ટ ઈન્ડિઝ માં ભારત ત્રણ વન-ડે મેચ અને પાંચ ટી-20 મેચ રમશે. ખાસ વાત એ છે કે ટી-20 સિરીઝમાં છેલ્લી 2 મેચો અમેરિકા રમાશે. ભારતીય ટીમનો  વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે 22  જુલાઈ થી થશે શરૂ.

ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું  શેડ્યૂલ:

22 જુલાઈએ પહેલી વન-ડે પોર્ટ ઓફ સ્પેન માં રમાશે

24 જુલાઈએ બીજી વન-ડે પોર્ટ ઓફ સ્પેન માં રમાશે

27 જુલાઈએ ત્રીજી વન-ડે પોર્ટ ઓફ સ્પેન માં રમાશે

29 જુલાઈ પહેલી ટી-20 મેચ સેન્ટ કિટ્સ  એન્ડ નેવિસ ખાતે રમાશે
   
1લી ઓગસ્ટ 2જી T20, સેન્ટ કિટ્સ એન્ડ  નેવિસમાં રમાશે
 
2જી ઓગસ્ટ 3જી T20, સેન્ટ કિટ્સ એન્ડ  નેવિસમાં રમાશે
 
જ્યારે છેલ્લી 2 ટી-20 મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે
 
આ વર્ષે એશિયા કપનું કરાયું છે આયોજન:
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ રમાશે મેચ. આ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે. અને આ વખતે એશિયા કપ શ્રીલંકા માં રમાશે. જોકે, એશિયા કપને લઈને સમગ્ર સ્થિતિ હજી સ્પષ્ટ થઈ નથી.

ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે રમશે મેચ:
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની તેમના ઘરે યજમાની કરશે. આ દરમિયાન ત્રણ ટી-20 મેચ નું આયોજન કરવામાં આવશે.

ત્યાર બાદ ભારતીય ટીમ વિશ્વ કપ રમશે:
આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાશે ટી-20 વિશ્વ કપ. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાનની સામે રમશે પહેલી મેચ. આ મેચ પર તમામ ક્રિકેટ ફેન્સ ની હશે નજર.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news