ઉસૈન બોલ્ટના ખાતામાંથી 103 કરોડ રૂપિયા ગાયબ, આ વ્યક્તિ પર લાગ્યો આરોપ

આઠ વાર ઓલિમ્પિક પદક જીતી ચૂકેલા ઉસૈન બોલ્ટને આટલા પૈસા ગાયબ થઈ જતા મોટો ઝટકો લાગ્યો છે. તેનું આ રોકાણનું ખાતું જમૈકાની એક ખાનગી કંપનીમાં હતું. જેની જાણકારી તેના વકીલે આપી છે. અને કંપનીને 10 દિવસનો સમય ઉસૈન બોલ્ટના નાણાં પાછા આપવા માટે અપાયો છે. નહીં તો કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.

ઉસૈન બોલ્ટના ખાતામાંથી 103 કરોડ રૂપિયા ગાયબ, આ વ્યક્તિ પર લાગ્યો આરોપ

ઓલિમ્પિક ચેમ્પિયન ઉસૈન બોલ્ટના ખાતમાંથી 103 કરોડ રૂપિયા એટલે કે લગભગ 12.7 મિલિયન ડૉલર ગાયબ થઈ ગયા છે. તેણે રોકાણ ફર્મમાંથી પોતાના ખાતામાંથી ગાયબ થયેલા 103 કરોડ રૂપિયા પાછા આપવાની માંગણી કરી છે. બોલ્ટના વકીલ લિટન ગાર્ડને કહ્યું કે, ગયા અઠવાડિયે બોલ્ટને સૂચના આપવામાં આવી કે તેના કિંગ્સ્ટન સ્થિતિ સ્ટૉક્સ અને સિક્યોરિટી લિમિટેડ ફર્મના ખાતામાં માત્ર 9.77 લાખ રૂપિયા (12 હજાર ડૉલર) જ બચ્યા છે. તો કંપની પૈસા પાછા નહીં આપે તો તે કોર્ટમાં કેસ કરશે.

આઠ વાર ઓલિમ્પિક પદક જીતી ચૂકેલા ઉસૈન બોલ્ટને આટલા પૈસા ગાયબ થઈ જતા મોટો ઝટકો લાગ્યો છે. તેનું આ રોકાણનું ખાતું જમૈકાની એક ખાનગી કંપનીમાં હતું. જેની જાણકારી તેના વકીલે આપી છે. અને કંપનીને 10 દિવસનો સમય ઉસૈન બોલ્ટના નાણાં પાછા આપવા માટે અપાયો છે. નહીં તો કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.

36 વર્ષના ઉસૈન બોલ્ટને ધરતી પરના સૌથી ફાસ્ટ દોડતા લોકોમાંથી એક માનવામાં આવે છે. 2008માં બેઈજિંગ ઓલિમ્પિકમાં જીતીને તેમણે દુનિયામાં સનસનાટી મચાવી દીધી હતી. તેઓ 100 મીટર અને 200 મીટર એમ બંને દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. સાથે જ 100 મીટર રીલેમાં તેમની ટીમને ગોલ્ડ મળ્યો હતો. જો કે, બાદમાં તેમની ટીમના એક સભ્યનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મેડલ છીનવાયો હતો. બાદમાં તેને લંડન ઓલિમ્પિકમાં 3 અને 2016 ઓલિમ્પિકમાં અન્ય 3 મેડલ મળ્યા હતા.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news