રિક્ષાચાલકની પુત્રી દાંત-પગના દુ:ખાવાથી હતી ખુબ પરેશાન, છતાં દેશને અપાવ્યું ગોલ્ડનું સન્માન
Trending Photos
જકાર્તા: ઉત્તર બંગાળનું શહેર જલપાઈગુડી તે સમયે જશ્નમાં ડૂબી ગયું જ્યારે એક રિક્ષાચાલકની પુત્રી સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં સોનાનો મેડલ પોતાના ગળામાં નાખ્યો. સ્વપ્નાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પહેલી મહિલા ખેલાડી છે. પુત્રીની સફળતાથી માતા બાશોના એટલી ભાવુક થઈ ગઈ હતી કે તેના મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહતાં. પુત્રી માટે તે આખો દિવસ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી હતી. સ્વપ્નાની માતાએ પોતાના કાળી માતાના મંદિરમાં બંધ કરી દીધી હતી. આ માતા પુત્રીને ઈતિહાસ રચતા જોઈ શકી નહતી કારણ કે તે પુત્રીની સફળતા માટે પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતી.
પુત્રીને પદક મળ્યા બાદ બશોનાએ કહ્યું કે મેં તેનું પ્રદર્શન જોયુ નથી. હું દિવસમાં બે વાગ્યાથી પ્રાર્થના કરી રહી હતી. આ મંદિર તેણે બનાવ્યું છે. હું કાળી માતાને ખુબ માનું છું. મને જ્યારે તેની જીતના ખબર મળ્યા ત્યારે હું આંસુ રોકી શકી નહીં.
સ્પેશિયલ જૂતા ઈચ્છે છે સ્વપ્ના
એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોનમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી સ્વપ્ના બર્મને પોતાના અસાધારણ પગ માટે અનુકૂલિત જૂતા ઉપલ્બધ કરાવવાની માગણી કરી છે. બર્મનના પગમાં છ આંગળીઓ છે. આ 21 વર્ષની એથલેટે પોતાની કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા બે દિવસ ચાલેલી સાત ઈવેન્ટમાં 6026 અંક મેળવ્યાં. દાંતમાં દુ:ખાવાના કારણે તેણે પોતાના ડાબા ગાલ પર પટ્ટી બાંધી રાખી હતી. બર્મનથી અગાઉ બંગાળની સોમા બિસ્વાસ અને કર્ણાટકની જેજે શોભા અને પ્રમિલા અયપ્પા જ એશિયન ગેમ્સમાં આ ઈવેન્ટમાં મેડલ જીતી શકી હતી.
જૂતાના કારણે પ્રેક્ટિસમાં થતો હતો દુ:ખાવો
બિસ્વાસ અને શોભા બુસાન એશિયન ગેમ્સ (2000) અને દોહા એશિયન ગેમ્સ (2006)માં બંને ક્રમશ બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. જ્યારે પ્રેમીલા ગ્વાંગ્ઝુ (2010)માં બ્રોન્ઝ મેડલ જીતી હતી. બર્મને કહ્યું કે મેં રાષ્ટ્રીય ખેલ દિવસ પર આ ગોલ્ડ જીત્યો તે વાસ્તવમાં ખુબ ખાસ છે. હું સામાન્ય જૂતા પહેરુ છું જે અન્ય લોકો પહેરે છે. જેનાથી અભ્યાસ દરમિયાન વાસ્તવમાં દર્દ થાય છે. પછી ભલે તે સ્પાઈક્સ હોય કે સામાન્ય જૂતા, મને પહેરવામાં પરેશાની થાય છે.
બર્મનને જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ કંપની તેના માટે વિશેષ જૂતા તૈયાર કરે, તો તેણે કહ્યું કે નિશ્ચિત પણે તેનાથી મારું કામ સરળ બની જશે. આ એથલીટે પ્રતિયોગિતા દરમિયાન ઊંચી કૂદ (1003 અંક), ભાલા ફેંક (872 અંક)માં પહેલું અને ગોળા ફેંક (707 અંક ) અને લાંબી કૂદ(865 અંક)માં બીજુ સ્થાન મેળવ્યું હતું.
તેનુ ખરાબ પ્રદર્શન 100 મીટર( 981 અંક, પાંચમુ સ્થાન) અને 200 મીટર (790 અંક , સાતમું સ્થાન) રહ્યું. સાત ઈવેન્ટમાં છેલ્લી ઈવેન્ટ 800 મીટરમાં ઉતરતા પહેલા બર્મન ચીનની ક્વિગલિંગ વાંગ પર 64 અંકની લીડ ધરાવતી હતી. તેણે આ છેલ્લી ઈવેન્ટમાં સારું પ્રદર્શન કરવાની જરૂર હતી અને તે તેમાં ચોથા સ્થાને રહી. આ ઈવેન્ટ દરમિયાન તે ગત વર્ષે ભુવનેશ્વરમાં એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશીપ દરમિયાન પડી ગઈ હતી. પરંતુ ચોથા સ્થાને રહેવા છતાં તે ચેમ્પિયન બની હતી.
ઈવેન્ટ પહેલા થયો હતો દાંતનો દુ:ખાવો
ગાલ પર પટ્ટી બાંધેલી હોવા અંગે બર્મને કહ્યું કે હું ખુબ ચોકલેટ ખાઉ છું. અને આથી મારા દાંતમાં દુ:ખાવો થવા લાગ્યો. મારી ઈવેન્ટના બે દિવસ પહેલા દાંતમાં દુખાવો થવા લાગ્યો. દુ:ખાવો ખુબ વધારે હતો પરંતુ હું નહતી ઈચ્છતી કે મારી વર્ષોની મહેનત બેકાર જાય. આથી મેં દુ:ખાવો ભૂલીને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
હેપ્ટાથલોનમાં ભાગ લઈ રહેલી એક અન્ય ભારતીય પૂર્ણિમા હેમ્બ્રમ 800 મીટરમાં ઉતરતા પહેલા જાપાનની યુકી યામાસાકીથી 18 અંક પાછળ હતી પરંતુ તેણે બર્મનની થોડીવાર પહેલા દોડ પૂરી કરી અને ઓવરઓલ 5837 અંક સાથે ચોથા સ્થાને રહી. ક્વિંગલિંગ (5954 અંક) સાથે સિલ્વર અને યામાસાકી (5873 અંક) સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
સ્વપ્નાના પિતા ચલાવે છે રિક્ષા
સ્વપ્નાએ સાત ઈવેન્ટમાં કુલ 6026 અંકો સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. જેવી સ્વપ્નાની જીત નક્કી થઈ કે ઘોષઘોડામાં સ્વપ્નાના ઘરની બહાર લોકોનો જમાવડો થવા લાગ્યો હતો. ચારેબાજુ મીઠાઈ વહેંચાવા લાગી હતી. સ્વપ્નાના પિતા પંચન બર્મન રિક્ષા ચલાવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ઉમરના કારણે બીમારીની ચપેટમાં આવતા ખાટલે છે. બશોનાએ ખુબ ભાવુક અવાજમાં કહ્યું કે આ તેના માટે સરળ નહતું. અમે હંમેશા તેની જરૂરિયાતો પૂરી કરી શકતા નહતાં. પરંતુ તેણે ક્યારેય ફરિયાદ કરી નહતી.
સ્વપ્નાના બે પગમાં છે 6-6 આંગળીઓ
એક સમય એવો પણ હતો કે સ્વપ્ના પોતાના પગ માટે યોગ્ય જૂતા મેળવી શકતી નહતી. તેણે ખુબ સંઘર્ષ કરવો પડતો હતો. કારણ કે તેના બંને પગમાં 6-6 આંગળીઓ છે. પગની વધુ પડતી પહોળાઈ રમતમાં તેની લેન્ડિંગને મુશ્કેલ બનાવે છે અને આ કારણે તેના જૂતા જલદી ફાટી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે