VIDEO: આ ખેલાડીને જોઇ તમને ગેઇલ પણ વામણો લાગશે, 6 બોલમાં 6 સિક્સ 25 બોલમાં સદી

આ ખેલાડીએ T10 ક્રિકેટમાં સદી ફટકારનારો વિશ્વનો સૌથી પ્રથમ ખેલાડી બની ચુક્યો છે

VIDEO: આ ખેલાડીને જોઇ તમને ગેઇલ પણ વામણો લાગશે, 6 બોલમાં 6 સિક્સ 25 બોલમાં સદી

નવી દિલ્હી : દુબઇમાં રમાઇ રહેલી ટી10 ક્રિકેટની ત્રિકોણ સીરિઝમાં ગુરૂવારે ઇંગ્લેન્ડનાં બેટ્સમેન વિલ જેક્સને માત્ર 25 બોલમાં સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો હતો. તેણે 30 બોલમાં 105 રનની અણનમ રમત રમીને 11 છગ્ગા અને 8 છોગ્ગા ફટકાર્યા હતા. સર્રે ટીમનો આ ખેલાડી ટી10 ક્રિકેટમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બનવાનું પણ ગૌરવ પ્રાપ્ત થયું છે. 

સર્રે (Surrey)ની તરફથી રમતા અંડર-19 ટીમનાં બેટ્સમેન વિલ જેક્સે લેંકશાયર (Lancashire) ની વિરુદ્ધ એક જ ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારી હતી. વિલ જેક્સે બોલર સ્ટીફન પૈરીની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સ ફટકારી ચુક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પૈરી પોતાની ટીમ ઇંગ્લેન્ડ માટે ઇન્ટરનેશનલ વનડે અને ટી-20 ક્રિકેટમાં પણ રમી ચુક્યો છે. આ મેચમાં વિલ જેક્સને માત્ર 14 બોલમાં પોતાની અડધી સદી પુર્ણ કરી હતી. તેની તોફાની બેટિંગનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે તે ખેલાડી 62 રનથી 98 રન સુધી માત્ર 6 બોલમાં પહોંચી ગયો હતો. 

— Surrey Cricket (@surreycricket) March 21, 2019

20 વર્ષીય જેક્સ પોતાની આ ધુંઆધાર રમતનાં દમ પર 10 ઓવરમાં ત્રણ વિકેટનાં નુકસાને પોતાની ટીમને 176નાં સ્કોર પર પહોંચાડી શક્યો હતો. બીજી તરફ જવાબી રમત રમવા ઉતરેલી લેંકશાયર ટીમ 10 ઓવરમાં માત્ર 81 રન જ બનાવી શકી હતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 

ક્રિસ ગેલનો રેકોર્ડ તુટ્યો
વિલ જેક્સે નાના ફોર્મેટની આ મેચમાં ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી દીધી હતો. ગેલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2013)માં 30 બોલમાં સદી ફટકારી હતી. જો કે જૈક્સે આ રેકોર્ડને અધિકારીક રીતે માન્યતા પ્રાપ્ત નહી થાય. ઉપરાંત 6 બોલમાં 6 સિક્સનાં યુવરાજના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news