T20 WC 2024: ઓસ્ટ્રેલિયા કે અફઘાનિસ્તાન, કોની પાસે છે સેમીમાં પહોંચવાની સૌથી સારી તક, જાણો
T20 World Cup 2024 Semi final: ટી20 વિશ્વકપ 2024માં સેમીફાઈનલ ને લઈને ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે પેચ ફસાયો છે. આવો જાણીએ બંને ટીમમાં કોની પાસે વધુ તક છે.
Trending Photos
T20 World Cup 2024 Semi final Scenario: ટી20 વિશ્વકપ 2024 હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. સુપર-8માં ગણતરીની ટીમ બાકી છે અને હજુ સેમીફાઈનલની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ગ્રુપ-1માં ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ હાજર છે. આ ગ્રુપમાં સેમીફાઈનલને લઈને ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે પેચ ફસાય રહ્યો છે. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, ત્યારબાદ સેમીફાઈનલની રેસ પેચીદી બની ગઈ છે. તો આવો જાણીએ કઈ ટીમ પાસે સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી વધુ તક છે.
ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનમાંથી કોની પાસે છે વધુ ચાન્સ?
ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાને 2-2 મેચ રમી છે, જેમાં તેણે એક-એક જીત મેળવી છે. હવે સુપર-8માં બંને ટીમોએ એક મેચ રમવાની બાકી છે. સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે બંને ટીમોએ પોતાની અંતિમ મેચ જરૂર જીતવી પડશે. અફઘાનિસ્તાન પોતાની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ તો ઓસ્ટ્રેલિયા ભારત સામે ટકરાશે.
જો અફઘાનિસ્તાન જીતે અને ઓસ્ટ્રેલિયા હારે તો?
જો અફઘાનિસ્તાન પોતાની છેલ્લી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ જીતી જાય છે અને ઓસ્ટ્રેલિયા પોતાની અંતિમ મેચમાં ભારત સામે હારી જાય છે તો આ દ્રષ્ટિએ અફઘાનિસ્તાન 4 પોઈન્ટ્સ હાસિલ કરી ગ્રુપ-1ની બીજી સેમીફાઈનલિસ્ટ ટીમ બની જશે.
જો ઓસ્ટ્રેલિયા જીતે અને અફઘાનિસ્તાન હારે તો?
જો ઓસ્ટ્રેલિયા પોતાની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવે છે અને બીજીતરફ અફઘાનિસ્તાન પોતાની અંતિમ મેચમાં બાંગ્લાદેશ સામે હારી જાય છે તો આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી જશે.
જો બંને ટીમ પોતાની છેલ્લી મેચ જીતે તો?
જો ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટીમો સુપર-8ના તબક્કામાં પોતાની છેલ્લી મેચ જીતે તો પછી ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી જશે. આ સ્થિતિમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની પાસે 4-4 પોઈન્ટ્સ થઈ જશે અને સારી નેટ રનરેટ ધરાવનારી બે ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. ભારતની નેટ રનરેટ અત્યારે ગ્રુપમાં સૌથી સારી છે, જે ટીમ ઈન્ડિયા માટે સારી વાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે