ભાઈ હોવાના નાતે મને ખરાબ લાગ્યું...Video માં ભીની આંખે હાર્દિકને નીહાળતો જોવા મળ્યો ક્રુણાલ

ભાઈ ક્રુણાલ પંડ્યાએ ટીકાકારોને અરીસો દેખાડ્યો છે.  તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કેટલીક તસવીરો છે. એક વીડિયોમાં ક્રુણાલ રડતો પણ જોવા મળે છે. 

ભાઈ હોવાના નાતે મને ખરાબ લાગ્યું...Video માં ભીની આંખે હાર્દિકને નીહાળતો જોવા મળ્યો ક્રુણાલ

હાર્દિક પંડ્યા જે થોડા દિવસ પહેલા ફેન્સની નજરમાં વિલન બની બેઠો હતો. મુંબઈની કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ હાર્દિકે હુટિંગનો ભોગ બનવું પડ્યું હતું. પરંતુ તેણે જેમ તેમ કરીને આ ફેઝ પાર કર્યો. હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની અને તેમાં પણ હાર્દિકનો સિંહફાળો જોતા હવે હાર્દિકના ચારેબાજુ ગુણગાન થઈ રહ્યા છે. આ બધા વચ્ચે તેના ભાઈ ક્રુણાલ પંડ્યાએ ટીકાકારોને અરીસો દેખાડ્યો છે.  તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કેટલીક તસવીરો છે. એક વીડિયોમાં ક્રુણાલ રડતો પણ જોવા મળે છે. 

ક્રુણાલે કાઢ્યો બળાપો
ક્રુણાલે પોતાની પોસ્ટમાં હાર્દિક વિશે લખ્યું છે કે, ક્રુણાલે પોસ્ટની કેપ્શનમાં લખ્યું છે કે હાર્દિક અને મને પ્રોફેશનલ ક્રિકેટ રમતા લગભગ એક દાયકાનો સમય વીતી ગયો છે. છેલ્લા કેટલાક દિવસો અમારા માટે ખુબ યાદગાર રહ્યા, જેનું અમે સપનું જોયું હતું. તે પૂરું થયું છે. દરેક દેશવાસીની જેમ હું પણ આપણી ટીમની સફળતાથી ખુશ હતો અને મારા ભાઈનો તેમાં મહત્વનો રોલ રહ્યો તે કારણથી હું  ભાવુક પણ થઈ ગયો. મારા ભાઈ હાર્દિક માટે છેલ્લા 6 મહિના ખુબ કપરા રહ્યા. તે જે દોરમાંથી પસારથયો તેના માટે તે લાયક નહતો અને એક ભાઈ હોવાના નાતે મને તેના માટે ખુબ ખરાબ લાગ્યું. હુટિંગ કરનારાઓ તેના વિશે ખુબ  ગંદી ગંદી વાતો કરવા લાગ્યા હતા. એ બધા એ ભૂલી ગયા હતા કે હાર્દિક પણ ભાવનાઓથી ભરેલો એક માણસ છે. 

તેણે વધુમાં લખ્યું કે તે કઈ રીતે આ બધામાંથી પસાર થયો જો કે મને ખબર છે કે તેના માટે હસવું એટલું જ મુશ્કેલ હતું. તે આકરી મહેનત કરતો રહ્યો અને વિશ્વ કપ જીતવા માટે જે પણ કઈ કરવાનું હતું તેના પર ફોકસ કરતો રહ્યો કારણ કે તેનું અંતિમ લક્ષ્ય એ જ હતું. હવે તેણે ભારતના લાંબા સમયથી ચાલી રહેલા તેના સપનાને સાકર કરવા માટે પોતાનું દિલ ખોલ્યું છે. તેનાથી વધુ તેના માટે કશું જ મહત્વ નથી ધરાવતું. 6 વર્ષની ઉંમરથી અને હવે દેશ માટે રમવું અને વિશ્વ કપ જીતવો એ જ મારું સપનું રહ્યું છે. 

ક્રુણાલે લખ્યું કે હું બસ લોકોને યાદ અપાવવા માંગુ છું કે હાર્દિકે પોતાની કરિયરમાં આટલા ઓછા સમયમાં જે પણ કઈ કર્યું તે અવિશ્વસનીય છે. રાષ્ટ્રીય ટીમ માટે તેના પ્રયત્નોમાં ક્યારેય કમી આવી નથી. દર વખતે હાર્દિકના જીવનમાં દરેક તબક્કામાં લોકોએ તેને ઓછો આંક્યો છે અને તેણે તેને વધુ મજબૂતાઈથી વાપસી કરવા માટે પ્રેર્યો છે. હાર્દિક માટે હંમેશા પહેલા દેશ રહ્યો છે અને હંમેશા એમ જ રહેશે. વડોદરાથી આવનારા એક યુવા છોકરા માટે પોતાની ટીમને વિશ્વ કપ જીતવામાં મદદ કરવાથી મોટી ઉપલબ્ધિ કોઈ ન હોઈ શકે. હાર્દિક મને તારા પર ખુબ ગર્વ છે. હું તને ખુબ પ્રેમ કરું છું અને તુ દરેક ખુશી અને દરેક સારી ચીજ માટે હકદાર છે જે તારા રસ્તામાં આવી રહી છે. 

હાર્દિક પંડ્યાની પોસ્ટ
હાર્દિક પંડ્યાએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક ફેમિલી ફોટો શેર કર્યો છે. તેણે પોતાના પુત્ર સાથે વર્લ્ડ કપ વિસ્ટ્રીની ઉજવણી કરી. ભાભી  પંખુડી શર્માએ પણ ફોટા શેર કર્યા છે. પરંતુ આ બધા વચ્ચે જો કે હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક ક્યાંય જોવા મળી નહીં. ત્યારબાદ હવે ફેન્સ જાત જાતના સવાલ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news