IND vs AFG: ટીમ ઇન્ડીયાની શાનદાર વાપસી, અફઘાનિસ્તાનને 66 રનથી આપી માત

આ મેચમાં પહેલાં બેટીંગ કરતાં ભારતે 2 વિકેટ ગુમાવીને 210 રન બોર્ડ પર લગાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 7 વિકેટ ગુમાવીને 144 રન બનાવી શકી હતી.

IND vs AFG: ટીમ ઇન્ડીયાની શાનદાર વાપસી, અફઘાનિસ્તાનને 66 રનથી આપી માત

અબુ ધાબી: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડીયાનો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઇન્ડીયાને બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. 

ભારતની શાનદાર જીત 
ટીમ ઇન્ડીયાએ પોતાની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને 66 રનથી માત આપી છે. આ મેચમાં પહેલાં બેટીંગ કરતાં ભારતે 2 વિકેટ ગુમાવીને 210 રન બોર્ડ પર લગાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 7 વિકેટ ગુમાવીને 144 રન બનાવી શકી હતી. ભારત તરફથી મોહમંદ શમીએ 3, રવિ અશ્વિને 2 વિકેટ ગુમાવી. તો બીજી તરફ જસપ્રીત બુમરાહ અને રવિંદ્ર જાડેજાએ એક-એક ઝડપી. 

અડધી અફઘાનીસ્તાની ટીમ પરત પેવેલિયન પરત ફરી
ભારતના 211 રનોના જવાબમાં અફઘાનિસ્તાનની 5 વિકેટ ફક્ત 69 રન પર પડી ગઇ છે. રવિચંદ્રન અશ્વિને પોતાની બીજી વિકેટના રૂપમાં નજીબુલ્લા જાદરાનને આઉટ કર્યા. 14 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 85 રન પર 5 વિકેટ.

અફઘાનિસ્તાનને ચોથો ઝટકો
ભારતના 210 રનનો પીછો કરતાં અફઘાનિસ્તાનની ચોથી વિકેટ પડી ગઇ છે. ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અફઘાનિસ્તાનના ગુલબુદ્દીન નાઇબને 18 રન પર આઉટ કર્યા. આ પહેલાં રવિન્દ્ર જાડેજાએ ગુરૂબાઝને 19 રન પર આઉટ કર્યા. 11 ઓવર બાદ અફઘાનિસ્તાનની ટીમ 66 રન પર પહોંચી ગઇ છે. 
 
ભારતીય બોલરોનો કમાલ
અફઘાનિસ્તાનના વિરૂદ્ધ ભારતીઅ બોલરોએ ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું છે. મોહમંદ શમીએ અફઘાનિસ્તાનના ઓપનર મોહમંદ શહજાદને 0 રન પર પેવેલિયન મોકલ્યા. તો બીજી તરફ જસપ્રીત બુમરાહે આગામી જ બોલ પર હજરત ઉલ્લાહ જજાઇએ 13 રનના અંગત સ્કોર પર પરત મોકલ્યા. 4 ઓવરો બાદ અફઘાનિસ્તાનનો સ્કોઅર 17 રન પર 2 વિકેટ. 

ભારતનો મોટો સ્કોર
ટીમ ઇન્ડીઆએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ આ ટી 20 વર્લ્ડકપનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. 20 ઓવર બાદ ભારતનો સ્કોર 210 રન પર 2 વિકેટ. ભારત તરફથી રોહિત શર્માએ 74, કેએલ રાહુલે 69 રન બનાવ્યા. તો બીજી તરફ હાર્દિક પંડ્યા અણનમ 35 રન ઋષભ પંતએ અણનમ 27 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી ગુલબુદ્દિન નાઇબ અને કરીમ જન્નતે 1-1 વિકેટ લીધી. 

રોહિત બાદ રાહુલ આઉટ
ટીમ ઇન્ડીયાને અફઘાનિસ્તાના વિરૂદ્ધ બીજો ઝટકો લાગી ગયો છે. રોહિત શર્મા બાદ કેએફ બાદ કેએલ રાહુલ આઉટ થઇ ગયા છે. રાહુલ 48 બોલમાં 69 રન બનાવીને આઉટ થયા. 17 ઓવર બાદ ભારતનો સ્કોર 160 રન પર 2 વિકેટ. 

રોહિત પરત ફર્યા
અફઘાનિસ્તાન વિરૂદ્ધ ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા આઉટ થઇને પેવેલિયન પરત ફર્ય્યા છે. રોહિત શર્માએ 47 રન બનાવ્યા. 

રોહિત-રાહુલનો કમાલ
અફઘાનિસ્તાન વિરૂદ્ધ ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને કેએલ રાહુલ શર્માએ ધમાલ મચાવી છે. રોહિત અને રાહુલ બંનેએ પોતાની ફિફ્ટી પુરી કરી લીધી છે. 14 ઓવર બાદ ભારતનો સ્કોર 135 રન બનાવ્યા એકપણ વિકેટના નુકસાન વિના. રોહિત 74 અને કેએલ રાહુલ 60 રન બનાવીને રમી રહ્યા છે. 

10 ઓવર સુધી ભારતને ઝટકો નહી
ટીમ ઇન્ડીયાને અફઘાનિસ્તાન વિરૂદ્દહ શાનદાર શરૂઆત મળી છે. ભારતના બંને ઓપનરોએ 10 ઓવરોને ખતમ થયા બાદ ટીમના સ્કોરને 85 રન સુધી પહોંચાડી દીધી છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતના ઓપનરોના સૌથી શાનદાર પ્રદર્શન છે. 10 ઓવરો બાદ ભારતનો સ્કોર 85 રન એકપણ વિકેટના નુકસાન વિના. રોહિત 44 અને કેએલ 40 રન બનાવીને રમત રમી રહ્યા છે. 

રોહિત-રાહુલ ક્રીજ પર
અફઘાનિસ્તાન વિરૂદ્ધ ભારતની ઇનિંગની શરૂઆત થઇ ચૂકી છે. ટીમ ઇન્ડીયા તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યા છે. 2 ઓવર બાદ ભારતનો સ્કોઅર 23 રન એકપણ વિકેટના નુક્સાન વિના. રોહિત 10 અને કેએલ રાહુલ 13 રન બનાવીને રમી રહ્યા છે. 

બંને ટીમોની પ્લેઇંગ 11
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડા, રવિંન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમંદ શમી, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન.

અફઘાનિસ્તાન: મોહમંદ નબી (કેપ્ટન), હજરતુલ્લાહ જજઇ, મોહમંદ શહજાદ (વિકેટ કીપર), રહમાનુલ્લા ગુરબાજ, ઉસ્માન ગની, નજીબુલ્લાહ જારદાન, ગુલબદીન નાયબ, રાશિદ ખાન, કરીમ જનત, મુજીબ ઉર રહમાન અને નવીન ઉલ હક. 

અફઘાનિસ્તાને જીત્યો ટોસ
ભારતના વિરૂદ્ધ અફઘાનિસ્તાને ટોસ જીત્યો છે. આ મેચમાં પણ ટીમ ઇન્ડીયા પહેલાં બેટીંગ કરશે. ભારતીય ટીમમાં આ મેચ માટે મોટા ફેરફાર થયા છે. સૂર્યકુમાર યાદવ ઇશાન કિશનની ટીમમાં પરત આવી ગયા છે. તો વરૂણ ચક્રવર્તીના લીધે રવિ અશ્વિનને સામેલ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news