આ ખેલાડી છે ભારતનો આગામી ODI કેપ્ટન બનવાનો દાવેદાર, ધોનીની જેમ મેદાન પર લે છે નિર્ણય!

Rohit Sharma: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતનું 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આગામી દિવસોમાં 36 વર્ષીય રોહિત શર્મા પોતાની કેપ્ટનશિપ અને ક્રિકેટ કરિયરને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.

આ ખેલાડી છે ભારતનો આગામી ODI કેપ્ટન બનવાનો દાવેદાર, ધોનીની જેમ મેદાન પર લે છે નિર્ણય!

Team India: વિશ્વકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતનું આ સાથે 12 વર્ષ બાદ વનડે વિશ્વકપ જીતવાનું સપનું તૂટી ગયું છે. આવનારા દિવસોમાં 36 વર્ષીય રોહિત શર્મા પોતાની કેપ્ટનસિપ અને ક્રિકેટ કરિયરને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. 2023 વનડે વિશ્વકપમાં હાર બાદ 36 વર્ષીય રોહિત શર્મા માટે ટીમ ઈન્ડિયાની વનડે કેપ્ટનશિપ યથાવત રાખવી મુશ્કેલ હતી.

ભારતનો આગામી વનડે કેપ્ટન બનવામાં દાવેદાર છે આ ખેલાડી
એક વિસ્ફોટક બેટર રોહિત શર્માની જગ્યા લેવા માટે તૈયાર છે. આ ખેલાડી એવો છે, જે વનડેમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. 2023 વનડે વિશ્વકપમાં હાર બાદ 36 વર્ષીય રોહિત શર્માની જગ્યાએ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવી શકાય છે. હાર્દિક પંડ્યા વનડે ટીમની કમાન સંભાળી શકે છે. હાર્દિક પંડ્યા ટી20માં ટીમની કમાન સંભાળી ચુક્યો છે. તે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને પણ ચેમ્પિયન બનાવી ચુક્યો છે. 

મેદાનમાં ધોનીની જેમ લે છે નિર્ણય!
હાર્દિક પંડ્યાનીની કેપ્ટનશિપમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઇલની ઝલક જોવા મળે છે. હાર્દિક પંડ્યામાં કેપ્ટન બનવાના ઘણા ગુણ જોવા મળે છે. હાર્દિક પંડ્યા બેટિંગ દરમિયાન સંયમથી રમે છે અને તે સતત સારી બોલિંગ પણ કરી શકે છે. હંમેશા હાર્દિક પંડ્યાની તુલના પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવે છે. જો હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બને તો તે કપિલ દેવની જેમ હિટ સાબિત થઈ શકે છે. 

ભારતીય ટીમની કમાન સંભાળવાની ક્ષમતા
હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરે છે તો ધૈર્યની સાથે રમે છે. હાર્દિક પંડ્યા ફિનિશરના રૂપમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકે છે. તેની અંદર ટીમની કમાન સંભાળવાની ક્ષમતા છે. રોહિત શર્મા બાદ ચાર ખેલાડી ભારતના વનડે કેપ્ટન બનવાની રેસમાં છે. કેએલ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહને પહેલા કેપ્ટન તરીકે દાવેદાર માનવામાં આવ્યા હતા, પરંતુ હવે હાર્દિક પંડ્યા રેસમાં સૌથી આગળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news