ભરશિયાળે માવઠાની આગાહી, સ્વેટરની સાથે રેઈનકોટ પહેરવા પડશે

રાજ્યમાં હજુ તો શિયાળો શરૂ થઈ રહ્યો છે. બરાબરની ઠંડી જામી પણ નથી ત્યાં માવઠું થવાની આગાહી થઈ ચુકી છે. એટલે કે હવે આગામી 5-7 દિવસ તો લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવાની ફરજ પડી શકે છે. 
 

ભરશિયાળે માવઠાની આગાહી, સ્વેટરની સાથે રેઈનકોટ પહેરવા પડશે

અમદાવાદઃ રાજ્યમાં હજુ તો શિયાળાની શરૂઆત છે ત્યાં વરસાદની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે. ત્યારે કયા દિવસોમાં આપણે ઠંડી વચ્ચે રેઈનકોટ કાઢવા પડશે જોઈએ આ અહેવાલમાં... 

દેશ સહિત ગુજરાતમાં હજુ તો ઠંડીનો માહોલ જામ્યો છે. ત્યાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે. હઅંબાલાલ પટેલ અનુસાર 20થી 26 નવેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. 

રાજ્યમાં ફરી માવઠાની આગાહી છે ત્યારે ક્યાં ક્યાં વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે, તેના પર એક નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. એમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રના બોર્ડર નજીકના વિસ્તારોને મોટી અસર થવાની સંભાવના છે. જેમકે વલસાડ, વાપી, ઉદવાડાના હવામાનમાં પલટો આવશે, તો ધરમપુર, સેલવાસામાં પણ માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24થી 26 તારીખમાં માવઠું થઇ શકે છે. 

વીઓ. અંબાલાલ પટેલે 6 દિવસ માટે માવઠાની આગાહી કરી છે, તો હવામાન વિભાગે માત્ર 25 અને 26 નવેમ્બર 2 દિવસ માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે.  હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભેજનું પ્રમાણ વધવાના કારણે બે દિવસ માવઠુ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. તો 26 નવેમ્બરે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 25-26 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. 

રાજ્યમાં ભરશિયાળે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની પણ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠા બાદ ઠંડીનો પણ ચમકારો વધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news