World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયન પ્લેયરે વર્લ્ડ કપ ટ્રોફીનું કર્યું અપમાન, ભડક્યા ક્રિકેટના ચાહકો

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સને વર્લ્ડકપમાં જીત બાદ ગુમાન આવી ગયું હોય તેવુ લાગે છે. વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના પ્લેયર મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનું અપમાન કર્યુ હતું. આ તસવીર સામે આવતા જ ન માત્ર દેશના, પરંતુ વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભડક્યા છે. ક્રિકેટના ફેન મિશેલ માર્સ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. 

World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયન પ્લેયરે વર્લ્ડ કપ ટ્રોફીનું કર્યું અપમાન, ભડક્યા ક્રિકેટના ચાહકો

World Cup 2023 : ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સને વર્લ્ડકપમાં જીત બાદ ગુમાન આવી ગયું હોય તેવુ લાગે છે. વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના પ્લેયર મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનું અપમાન કર્યુ હતું. આ તસવીર સામે આવતા જ ન માત્ર દેશના, પરંતુ વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભડક્યા છે. ક્રિકેટના ફેન મિશેલ માર્સ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. 

વર્લ્ડકપમાં ભવ્ય જીત બાદ ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સે જીતનો જશ્ન મનાવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પ્લેયર મિશેલ માર્શની એક તસવીર હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં તેઓ વર્લ્ડકપની ટ્રોફી પર પગ મૂકેલા દેખાઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈટ કમિન્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરવામાં આવી છે. આ ફોટો જોઈને ક્રિકેટ લવર્સનો ગુસ્સો ફાટ્યો છે. સાથે જ ભારતીય ક્રિકેટ ચાહકો પણ ભડક્યા છે. હાલ મિશેલ માર્શ તેમની આ શરમજનક હરકત માટે ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યાં છે. સાથે જ ભડકેલા ફેન તેમના પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યાં છે. 

ટ્રોફીનું અપમાન કર્યું
સોશિયલ મીડિયા યુઝર્સે એ પણ યાદ કર્યું કે, જ્યારે ભારત 2011 માં વર્લ્ડકપ જીત્યુ હતું ત્યારે ભારતીય ટીમના પ્લેયર્સે ટ્રોફીને ચૂમી હતી. તેને લઈને આખા ગ્રાઉન્ડમાં ફર્યા હતા. આ હતું ક્રિકેટનું અને ટ્રોફીનું સન્માન. આ ટ્રોફી તમને મહાનતા અપાવે છે. પરંતુ મિશેલે તો વર્લ્ડકપની ટ્રોફી પર પોતાના બંને પગ ચઢાવી દીધા હતા અને તેમના હાથમાં શેમ્પેઈનનો ગ્લાસ હતો. હોટલના રૂમની આ તસવીર છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ જીતનો જશ્ન મનાવી રહી હતી. 

મેસી સાથે તુલના કરી 
યુઝર્સે કહ્યુ કે, તમે ટ્રોફી ડિઝર્વ નથી રતા, કેટલાકે તેમની તુલના લિયોનેલ મેસી સાથે કરી છે. હકીકતમાં જ્યારે મેસીની કેપ્ન્ટશીપમાં જ્યારે આર્જેન્ટિામાં ફીફા વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારે તે ટ્રોફીને પોતાની પાસે રાખીને સૂઈ ગયા હતા. ફેન્સે મિશેલની તુલના પણ માર્શ સાથે કરી. ફેન્સે કહ્યું કે, મિશેલ માર્શે ટ્રોફીને પગ નીચે મૂકવી ન જોઈતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news