IPL 2023 New Rules: આ વખતે IPL હશે સૌથી અલગ, જાણો ક્યા નિયમ બદલાયા અને કેવી થશે તેની અસર?

IPL 2023 New Rules: ક્રિકેટનો સૌથી મોટો ઉત્સવ એટલે ઈન્ડિયન પ્રિમિયર લીગ. ત્યારે IPLની 16મી સિઝનનો દરેક ક્રિકેટપ્રમી આતુરતાથી રાહ જોઈને બેઠા છે. પરંતુ આ વખતે IPLની 16મી સિઝન પાછળી 15 સિઝનથી ઘણી અલગ હશે. આ વર્ષ ઘણા નિયમો બદલાતા IPLની સિઝન વધુ રોમાંચક બની જશે.

IPL 2023 New Rules: આ વખતે IPL હશે સૌથી અલગ, જાણો ક્યા નિયમ બદલાયા અને કેવી થશે તેની અસર?

IPL 2023 New Rules: આ વર્ષે IPLની ફોર્મેટથી લઈને DRS સિસ્ટમ સુધીના ઘણા નિયમો બદલવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમનો ઉપયોગ પણ ખુબ જ રસપ્રદ બની રહેવાનો છે. ત્યારે બાકી 15 સિઝનથી કેવી રીતે IPLની 16મી સિઝન અલગ રહેશે. આવો જોઈએ કેટલીક રસપ્રદ વાતો.

અલગ છે IPL 2023નું ફોર્મેટ
IPL 2023માં બે ગ્રુપમાં 10 ટીમો વચ્ચે રનયુદ્ધ જામશે. જેમાં ડ્રો કરીને કઈ ટીમ ક્યા ગ્રુપમાં અને કઈ ટીમ સામે મેચ રમશે તે નક્કી કરવામાં આવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય ચાર ટીમ સામે 2 મેચ અને બીજા ગ્રુપની ચાર ટીમો સામે 1-1 મેચ, તો બાકી રહેલી ટીમ સામે 2 મેચ રમશે. જેથી દરેક ટીમ 14 મેચ રમશે.

કેવી રીતે મળશે પોઈન્ટ?
IPL 2023માં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મેચ જીતનાર ટીમને 2 પોઈન્ટ મળશે. જ્યારે મેચ હારનાર ટીમને કોઈ પોઈન્ટ નથી મળતા. મેચ ડ્રો થાય કે પછી કોઈ નિર્ણય ના આવે તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જેથી પ્લેઓફના ગ્રુપ મેચ એવી રીતે જ રમાશે જેમ અગાઉ રમાતા  હતા.

IPL 2023માં શું છે નવા નિયમ?
આ વખતે BCCIએ IPL 2023માં ઈમ્પેક્ટ પ્લેયરનો એક નવો જ નિયમ લાગુ કર્યો છે. આ નિયમના લીધે મેચ ભારે રોમાંચક થશે. આ નિયમનો ઉપયોગ કરી કોઈ પણ ટીમ હાર અને જીતને ગમે ત્યારે બદલી શકે છે. ઈમ્પેક્ટ પ્લેયરની ભૂમિકા મેચ વિનર તરીકેની સાબિત થશે.

No description available.

ઈમ્પેક્ટ પ્લેયરનો કેવી રીતે થશે ઉપયોગ?
ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ મુજબ ટોસ ઉછાળતી વખતે ટીમની પ્લેઈંગ ઈલેવન સાથે 4 વૈકલ્પિક ખેલાડીના નામ પણ જાહેર કરવાના રહેશે. જેથી કેપ્ટન મેચમાં આ ચાર ખેલાડીઓમાંથી કોઈ એકને ઈમ્પેક્ટ પ્લેરના રૂપમાં ઉપયોગ કરી શકે છે. વૈકલ્પિક ચાર ખેલાડીમાંથી કોઈ એક ખેલાડિને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવી શકાશે. જેના બદલે જાહેર થયેલી પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈ એક પ્લેર બહાર પણ જશે. એટલું જ નહીં પણ રિપ્લેસમેન્ટ તરીકે બહાર ગયેલ ખેલાડી કોઈ પણ સંજોગામાં ફરી એ જ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં બની શકે. રિપ્લેસ ખેલાડીને ફિલ્ડરના રૂપમાં પણ મેચમાં સમાવેશ કરી શકાશે નહીં.

ઈમ્પેક્ટ પ્લેયર કેપ્ટનશિપ નહીં કરી શકે
ઈમ્પેક્ટ પ્લેયર ખેલાડીના રૂપમાં ટીમમાં આવી શકે છે. પરંતુ તે કેપ્ટનશિપ નથી કરી શકતો. જો કે કોઈ ખેલાડીને રિટાયર્ડ હર્ટ કરવાની ફરજ પડી હોય તો તેના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર બેટિંગ કરવા આવી શકે છે. બંને ટીમો મેચ દરમિયાન ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકે છે.  જો કે ટીમમાં 4 વિદેશી ખેલાડી રમતા હોય તો વિદેશી ખેલાડીનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

DRS નવો નિયમ
IPL 2023માં દરેક ઇનિંગમાં બે DRS મળશે. સાથે જ હવે IPLમાં ખેલાડીઓ વાઈડ અને નો-બોલ માટે પણ રિવ્યુની માગ કરી શકે છે. મહત્વનું છે કે વુમન્સ પ્રીમિયર લીગમાં આ પ્રકારના નિયમનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ વખત વાઈડ અને નો બોલ માટે DRSનો ઉપયોગ થયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની હરમનપ્રીત કૌરે સૌથી પહેલા આ નિયમનો ઉપયોગ કર્યો. સાથે કોઈ પણ ખેલાડી આઉટ થાય નવો જ બેટ્સમેન સ્ટ્રાઈક પર આવે છે. જો કે ઓવરના છેલ્લા બોલ પર વિકેટ પડી હોય તો નવા બેટરની સ્ટ્રાઈક નહીં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news