Two Match: આજે મેદાનમાં બે-બે ટીમ ઇન્ડિયા, મિતાલી અને વિરાટ બ્રિગેડનો જોવા મળશે દમ
શુક્રવારના ભારતની બે-બે ટીમો (Team India) મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની (T20 Series) પ્રથમ મેચ રમાશે
Trending Photos
નવી દિલ્હી: શુક્રવારના ભારતની બે-બે ટીમો (Team India) મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની (T20 Series) પ્રથમ મેચ રમાશે. બીજી તરફ લખનઉમાં ભારતીય મહિલા ટીમ (Indian Women Team) સાઉથ આફ્રિકાની સામે પોતાની ત્રીજી વન ડે મેચ રમશે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડને હરાવી શાનદાર શરૂઆત કરવા આતુર હશે. મહિલા ટીમ પણ સાઉથ આફ્રિકાને (South Africa) માત આપી સિરીઝમાં લીડ હાંસલ કરવા ઉતરશે.
અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ટી-20 મેચ (T20 Series) સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ વર્ષના યોજાનારા ટી-20 વર્લ્ડ કપથી (T20 World Cup) પહેલા ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડ ટી-20 રેંકિંગમાં પહેલા અને ભારત બીજા સ્થાન પર છે. એવામાં જો બંને ટીમો વચ્ચે મજબૂત પ્રતિસ્પર્ધા જોવા મળી શકે છે.
New week, new format, same mission. Let's get it. 💪🇮🇳 pic.twitter.com/Fd7wTZAgux
— Virat Kohli (@imVkohli) March 11, 2021
ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli), રોહિત શર્મા (Rohit Sharma) ઉપરાંત ઋષભ પંત (Rishabh Pant) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) જેવા તોફાની બેટ્સમેન સામે છે. ત્યારે ઇંગ્લન્ડની ટીમમાં (England Team) પણ કેપ્ટન ઈયોન મોર્ગન, જોસસ બટલ જેવા ધાકડ બેટ્સમેન છે. ઇજા બાદ વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર સૌ કોઈની નજર રહશે. જ્યારે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ પોતાની છાપ છોડવા ઇચ્છશે. ઇંગ્લેન્ડ પાસે પણ જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન અને આદિલ રાશિદ જેવા બોલર છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 ટી-20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 7-7 મેચ જીતી છે. જો કે, ઇંગ્લેન્ડની સામે ગત પાંચ ટી-20 મેચમાં ભારતે ચાર મેચ જીતી છે અને એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 19 સપ્ટેમ્બર 2007 માં રમાઈ હતી. જેને ભારતે 18 રનથી જીતી હતી. તે મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. બંને ટીમો વચ્ચે છેલ્લી ટી-20 મેચ 8 જુલાઈ 2018ના રમાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટથી જીત હાંસલ કરી હતી.
Regroup ✅
Train ✅
Get ready ✅#TeamIndia 🇮🇳 all geared up for the 3rd ODI against South Africa 🇿🇦 in Lucknow 😎@Paytm #INDWvSAW pic.twitter.com/uTRGb9HeLf
— BCCI Women (@BCCIWomen) March 11, 2021
બીજી તરફ મિતાલી રાજના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમની નજર 2-1થી લડી મેળવવા પર રહશે. બંને ટીમ પાંચ મેચની સિરીઝમાં આ સમયે 1-1 ની બરાબરી પર છે. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ત્રીજી વન ડે મેચ સવારે 9 વાગ્યે શરૂ થશે. ભારતીય મહિલા ટીમની પ્રથમ મેચમાં 8 વિકેટથી હાર મળી હતી. ત્યારબાદ ભારતે પલટવાર કરતા બીજી વન ડેમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું. ભારતની જીતમાં અનુભવી બોલર ઝૂલન ગોસ્વામી અને ઓપનર સ્મૃતિ મંધનાની મહત્વની ભૂમિકા રહી હતી. ત્રીજી વન ડેમાં બંને ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે