Virat Kohli એ શેર કર્યો પુત્રી Vamikaની સાથે નાસ્તો કરતો ફોટો, પ્રશંસકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાલના દિવસોમાં ટી20 વર્લ્ડ કપ માટે દુબઈમાં છે અને આ દરમિયાન વિરાટને તેના પરિવારનો સાથ સહયોગ પણ મળી રહ્યો છે. હકીકતમાં, આઈપીએલ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને પુત્રી વામિકા (Vamika) મુંબઈ પાછા ફર્યા હતા. પરંતુ હવે બન્ને જણાં દુબઈ પરત ફર્યા છે અને આ દરમિયાન વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) અને પુત્રી વામિકા  (Vamika) સાથે ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.
 Virat Kohli એ શેર કર્યો પુત્રી Vamikaની સાથે નાસ્તો કરતો ફોટો, પ્રશંસકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો

Virat Kohli Enjoys Breakfast With Anushka Sharma And Daughter Vamika: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાલના દિવસોમાં ટી20 વર્લ્ડ કપ માટે દુબઈમાં છે અને આ દરમિયાન વિરાટને તેના પરિવારનો સાથ સહયોગ પણ મળી રહ્યો છે. હકીકતમાં, આઈપીએલ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને પુત્રી વામિકા (Vamika) મુંબઈ પાછા ફર્યા હતા. પરંતુ હવે બન્ને જણાં દુબઈ પરત ફર્યા છે અને આ દરમિયાન વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) અને પુત્રી વામિકા  (Vamika) સાથે ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

વિરાટ કોહલી (Virat Kohli)એ તેના ઇન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો છે તેમાં અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે સવારનો નાસ્તો કરતા જોવા મળી રહ્યા છે. દર વખતની જેમ વિરાટ કોહલી અને અનુષ્કાએ તેમની પુત્રીનો ચહેરો બતાવ્યો નથી, પરંતુ ચાહકો તેમની તસવીર જોઈને ખૂબ ખુશ છે અને તેના પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલી (Virat Kohli) એ શેર કરેલી તસવીરમાં તે પોતાના પ્રિય પરિવાર સાથે લંચ લેતા જોવા મળી રહ્યા છે. વિરાટે આ ફોટો સાથે હાર્ટ ઇમોજી મૂકી છે. તમને જણાવી દઈએ કે અગાઉ અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની પુત્રી વામિકા સાથે રમતી વખતે એક તસવીર શેર કરી હતી.

તાજેતરમાં અનુષ્કાએ વામિકા સાથે અષ્ટમીની શુભેચ્છા પાઠવતો ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાની પુત્રીને દેવીનું રૂપ બતાવ્યું હતું. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. બંને 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. 11 જાન્યુઆરી 2021 ના ​​રોજ અનુષ્કા શર્માએ પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news