Aryan Khan Drug Case: શાહરૂખ ખાનના પુત્રને ન મળી રાહત, કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી

શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી પર કોર્ટનો નિર્ણય આવી ગયો છે જે બોલીવુડ સુપરસ્ટાર માટે મોટા ઝટકા સમાન છે.

Aryan Khan Drug Case: શાહરૂખ ખાનના પુત્રને ન મળી રાહત, કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી

મુંબઈ: શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી પર કોર્ટનો નિર્ણય આવી ગયો છે જે બોલીવુડ સુપરસ્ટાર માટે મોટા ઝટકા સમાન છે. સ્પેશિયલ NDPS કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી પર 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. 

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલે આર્યન ખાને (Aryan Khan)  હજુ જેલમાં જ રહેવું પડશે. કોર્ટે આજે આર્યન સહિત ત્રણ લોકોની જામીન અરજી ફગાવી દીધી. જજે ઓપરેટિવ ઓર્ડર સંભળાવતા જણાવ્યું કે આર્યન ખાન સહિત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દેવાઈ છે. આર્યન ખાન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી હતી આજે આર્યનને બેલ મળી જશે પણ તેની આશા પર કોર્ટે પાણી ફેરવી દીધુ છે. 
 

— ANI (@ANI) October 20, 2021

આર્યન ખાનના વકીલે કહ્યું કે હવે તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હવે આર્યન ખાનના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. હાલ આર્યન ખાને થોડો સમય આર્થર રોડ જેલમાં જ રહેવું પડશે. 

આર્યન ખાનના કેસને જોઈ રહેલા સીનિયર એડવોકેટ અમિત દેસાઈ, વકીલ સતીષ માનશિંદે અને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી કોર્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત જૂનિયર વકીલ પણ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં હતા. સીનિયર વકીલ અમિત દેસાઈ આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે. 

અભિનેત્રી સાથેની આર્યનની ચેટ
આ બધા વચ્ચે આર્યન ખાનની એક અપકમિંગ અભિનેત્રી સાથેની ચેટે પણ ખળભળાટ મચાવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ચેટમાં બંને ડ્રગ્સ પર ચર્ચા કરી રહ્યા હતા. અમારી સહયોગી વેબસાઈટ ડીએનએના અહેવાલ મુજબ આર્યન ખાનની સુનાવણી પહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈની રેવ પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ડ્રગ્સ પર ચર્ચા કરતી વોટ્સએપ ચેટ પણ જમા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news