અનુષ્કા શર્માએ આપી વિરાટ કોહલીના ગાલ પર કિસ, કેપ્ટને શેર કર્યો ફોટો

તેને અત્યાર સુધી આશરે 19 લાખ લોકો લાઇક કરી ચૂક્યા છે. ઇંસ્ટા પર વિરાટના 22.8 મિલિયન ફોલોવર્સ છે. 

અનુષ્કા શર્માએ આપી વિરાટ કોહલીના ગાલ પર કિસ, કેપ્ટને શેર કર્યો ફોટો

નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં ટીમે ટી-20 શ્રેણી 2-1થી પોતાના નામે કરીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. પરંતુ આ ટૂર પર અનુષ્કા પણ પોતાના પતિ વિરાટની સાથે સામેલ થઈ ગઈ જ્યારે બંન્નેને કાર્ડિફમાં ટીમ બસમાં એકસાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ શ્રેણી જીતવાની સાથે અંતિમ ટી20માં સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા મેદાન પર આવી ગઈ અને વિરાટને ગળે લગાવ્યો. 

સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીર શેર કરી છે વિરાટ અને અનુષ્કા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ્યારથી લગ્નના બંધમાં બંધાયેલા છે ત્યારથી બંન્ને એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળ્યા છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં કપલને મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસ પર એક સાથે જોવા મળ્યા હહતા તો જ્યારે વિરાટે અનુષ્કાની સાથે એક તસ્વીર શેર કરી જેમાં લખ્યું હતું મારી બ્યૂટી સાથે એક દિવસ. આ તસ્વીરમાં જ્યાં અનુષ્કા વિરાટને કિસ કરતી જોવા મળી રહી છે તો વિરાટ તસ્વીરને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો છે. વિરાટે આ તસ્વીરને ઇંસ્ટા એકાઉન્ટ પર શેર કરી છે જેમાં અત્યાર સુધી 19 લાખ લાઇક્સ મળી ચૂકી છે. ઇંસ્ટા પર વિરાટના 22.8 મિલિયન ફોલોવર્સ છે. 

A post shared by Virat Kohli (@virat.kohli) on

ફિલ્મ સંજૂમાં દેખાઇ હતી અનુષ્કા
અનુષ્કા શર્મા હાલમાં ફિલ્મ સંજૂમાં દેખાઇ હતી. અનુષ્કાએ આ ફિલ્મમાં એક બાયોગ્રાફરનો રોલ કર્યો હતો. અનુષ્કાની આવનારી ફિલ્મ સુઈ ધાગા છે જ્યાં તે વરૂણ ધવનની સાથે જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news