વિરાટ કોહલીની ધરપકડને લઇને મદ્રાસ હાઇકોર્ટમાં અરજી દાખલ, જાણો સમગ્ર મામલો

ચેન્નઇના વરિષ્ઠ એડવોકેટ એસપી સૂર્યપ્રકાશમે મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં ઓનલાઇન ગેબલિંગ પર બેન, અને ધરપકડ અને તે લોકો પર કેસ દાખલ થવો જોઇએ તેના સંચાલન સાથે સંકળાયેલા છે.

વિરાટ કોહલીની ધરપકડને લઇને મદ્રાસ હાઇકોર્ટમાં અરજી દાખલ, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: ચેન્નઇના વરિષ્ઠ એડવોકેટ એસપી સૂર્યપ્રકાશમે મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં ઓનલાઇન ગેબલિંગ પર બેન, અને ધરપકડ અને તે લોકો પર કેસ દાખલ થવો જોઇએ તેના સંચાલન સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તે સેલિબ્રિટી પર પણ કાનૂની કાર્યવાહી કરવી જોઇએ જે તેની જાહેરાત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગેલબલિંગ એક ગુનો છે. તેના કારણે તમિલનાડુમાં યુવાનો આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, કારણ કે ગેબલિંગના કારણે આર્થિક નુકસાન થાય છે. 

આ મામલે સુનાવણી 4 અથવા 5 ઓગસ્ટના રોજ થઇ શકે છે. અરજીમાં આ પ્રકારની ગેલબિંગની તુલના બ્લૂ વ્હેલ ચેલેંજ સાથે કરવામાં આવી છે. જેના લીધે ઘણા યુવાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અરજીમાં આ ગેબલિંગને સમાજ માટે ખતરો બની ગયો છે. અરજીકર્તાના અનુસાર 'યુવાનોએ આ પ્રકારની ઓનલાઇન ગેબલિંગ ગેમની લત લાગી ગઇ છે, કારણ કે આ ગેમ દ્વારા ઘણા લોકોને કેશ બોનસ આપવામાં આવે છે. 

અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ ગેમને પ્રમોટ કરવા માટે ક્રિકેટ અને ફિલ્મોના દિગ્ગજોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ તમન્ના ભાટીયા, આ લોકો યુવાનોના બ્રેનવોશ કરે છે. યુવાનો તેને ટાઇમપાસ માટે રમે છે, પરંતુ પછી તેને તેની લત લાગી જાય છે. તેના માટે યુવાનો ઉંચા વ્યાજે લોન લે છે જ્યારે એવી સ્થિતિમાં પહોંચી જાય છે જ્યાં તેમને પણ ભારે નુકસાન થાય છે અને તે લોન ચૂકવી શકતા નથી, પછી તે પોતાનો જીવ ગુમાવે છે.  

અરજી અનુસાર આ ગેબલિંગની લત સમાજ માટે ખૂબ ખતરનાક છે અને ભારતીય સંવિધાનના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન છે, કારણ કે આ જીંદગી જીવવાનો હક છીનવી લીધો છે. એટલા માટે અરજી આ ગેમને બેન કરવા માટે દાખલ કરવામાં આવી છે. ચેન્નઇમાં તાજેતરમાં જ 19 વર્ષના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, સુસાઇડ નોટમાં ઓનલાઇન ગેબલિંગનો ઉલ્લેખ કર્યો છે, અરજીકર્તાનું કહેવું છે કે વહિવટીતંત્ર આ વાતોની જાણકારી છે, પરંતુ આ ગેમને બેન કરવા માટે કોઇ પગલું ભર્યું નથી. 

જ્યારે અરજીકર્તા સૂર્યપ્રકાશમને પૂછવામાં આવ્યું કે શું ઓનલાઇન ગેબલિંગ અંગત ઇચ્છા નથી? તેના જવાબમાં સૂર્યપ્રકાશમએ WIONને કહ્યું કે ઓનલાઇન ગેબલિંગમાં નુકસાન જલદી થાય છે. તો બીજી તરફ સિગરેટ અને દારૂથી કોઇપણ વ્યક્તિને નુકસાન 15 વર્ષમાં થાય છે. યુવા સેલિબ્રેટીના પ્રચારથી પ્રભાવિત થાય છે. યુવાનો પોતાના પરિવારની મહેનતની કમાણી અને હાથખર્ચને બરબાદ કરે છે, અને પછી લોન લે છે. તાજેતરમાં જ આ ઘટનાઓમાં વધારો થયો છે, કારણ કે મોટાભાગના યુવાનો બેરોજગાર બેસ્યા છે. 

તાજેતરમાં જ મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેને લઇને એક કાનૂન બનાવી શકે છે જેને રૂપિયા સાથે જોડાયેલી ઓનલાઇન રમી અને બીજા ઓનલાઇન કાર્ડ ગેમને આખા દેશમાં બેન કરવામાં આવે છે. તેલંગાણા સરકારના અધ્યાદેશ લાવ્યો હતો જેમાં 1974ના ગેમિંગ એક્ટમાં સુધારો કર્યો હતો. તેના હેઠળ તેલંગાણા રાજ્યથી કોઇપણ વ્યક્તિ કેશ લેણદેણ ગેમ નથી. 

(ઇનપુટ-WION)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news