વિરાટ કોહલીએ સદી ફટકારીને સચિન, ગાવસ્કર સહિત 15 દિગ્ગજોને છોડ્યા પાછળ

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 139 રન ફટાકાર્યા હતા. આ તેના કેરિયરની 24મી અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી સદી છે. 
 

વિરાટ કોહલીએ સદી ફટકારીને સચિન, ગાવસ્કર સહિત 15 દિગ્ગજોને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારીને ઓછામાં ઓછા 15 દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. તેમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, અજહરુદ્દીનથી લઈને સ્ટિવ સ્મિથ અને જો રૂટ સુદી સામેલ છે. વિરાટે પોતાની આ ઈનિંગ દરમિયાન વર્ષમાં 1000 રન પણ પૂરા કરી લીધા છે. 

વિરાટ કોહલીએ રાજકોટમાં 139 રન ફટકાર્યા. આ તેની 24મી ટેસ્ટ સદી છે. તેણે વનડેમાં 35 સદી ફટકારી છે. આ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 59 સદી થઈ ગઈ છે. તેનાથી વદુ સદી સચિન તેંડુલકર (100), રિકી પોન્ટિંગ (71), કુમાર સાંગાકારા (63) અને જેક કાલિક (62) ફટકારી શક્યા છે. 

ટેસ્ટમાં સદીના મામલામાં 5 દિગ્ગજોને છોડ્યા પાછળ
વિરાટ કોહલીએ આ મેચમાં ઉતર્યો તો તેના નામે 71 ટેસ્ટમાં 23 સદી હતી. તેણે પોતાના 72માં ટેસ્ટમાં 24મી સદી ફટકારી. આ સાથે તેણે પાંચ દિગ્ગજો વીરેન્દ્ર સેહવાગ, સ્ટિવ સ્મિથ, જાવેદ મિયાદાદ, જસ્ટિન લેંગર અને કેવિન પિટરસનને પાછળ રાખી દીધા છે. આ તમામે 23-23 ટેસ્ટ સદી ફટકારી છે. 

ટેસ્ટ રનના મામલામાં 8 દિગ્ગજોને છોડ્યા પાછળ
વિરાટે આ મેચ પહેલા 71 મેચમાં 6147 રન બનાવ્યા હતા. જ્યારે તે આઉટ થયો ત્યારે તેના નામે કુલ 6286 રન નોંધાઈ ચુક્યા હતા. આ રીતે તેણે એક સદી પટકારીને રનોના મામલામાં 8 દિગ્ગજોને પાછળ છોડી દીધા. તેમાં હાલના ક્રિકેટમાં જો રૂટ (6279) પણ સામેલ છે. રૂટ સિવાય રોસ ટેલર (6281), માઇક હસી (6235), રોહન કન્હાઈ (6227), અજહરુદ્દીન  (6215), સ્ટીવન સ્મિથ (6199), હર્ષલ ગિબ્સ (6167), નીલ હાર્વે (6149)ને પાછળ છોડી દીધા છે. સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન (15921)ના નામે છે. 

હાશિમ અમલાથી આગળ નિકળ્યો વિરાટ
જો આપણે તમામ ફોર્મેટની વાત કરીએ તો હાશિમ અમલા પણ કોહલીની પાછળ થઈ ગયો છે. અમલાએ 332 ઇન્ટરનેશનલ મેચમાં 17,995 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 344 મેચોમાં 18,028 રન બનાવ્યા છે. 

18 હજાર રન પૂરા કરનારો 15મો ક્રિકેટર
વિરાટ કોહલીએ પોતાની આ ઈનિંગ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કરી લીધા છે. તે આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો 15મો અને ભારતનો ચોથો ક્રિકેટર છે. ભારતના સચિન તેંડુલકર (34357), રાહુલ દ્રવિડ (24208) અને સૌરવ ગાંગુલી (18575)એ પણ આ સિદ્ધિ મેળવી હતી. સચિનના નામે સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ છે. રિકી પોન્ટિંગ (28,016) બીજા સ્થાન પર છે. 

વિરાટે દેશમાં પૂરા કર્યા 3000 રન
વિરાટ કોહલીએ આ મેચ દરમિયાન દેશમાં 3000 રન પણ પૂરા કર્યા હતા. તેણે આ માટે 53 ઈનિંગ રમી. આ સાથે તેણે આ મામલામાં સચિન તેંડુલકર (55), અજહરુદ્દીન (56), સેહવાગ (59) અને સુનીલ ગાવસ્કર (64)ને પાછળ છોડી દીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news