વિરાટ કોહલીએ ફટકારી કરિયરની 59મી સદી, ભારતીય ક્રિકેટરોમાં માત્ર સચિનથી જ પાછળ

વિરાટ કોહલી ,Virat Kohli,Prithvi Shaw,India vs West Indies,Test Hundred,INDvsWI,Rajkot Test

વિરાટ કોહલીએ ફટકારી કરિયરની 59મી સદી, ભારતીય ક્રિકેટરોમાં માત્ર સચિનથી જ પાછળ

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટઇન્ડિઝ સામે પણ શતકીય શરૂઆત કરી છે. તેણે રાજકોટમાં રમાવનારી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં સદી ફટકારી દીધી છે. આ તેમના ટેસ્ટ કરિયરની 24મી સદી છે. તેણે વન ડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 35 સદી ફટકારી દીધી છે. વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં 139 રન કરીને આઉટ થયો હતો. 

સહવાહ, સ્મિથ અને મિયાદાદને પાછળ છોડ્યા 
વિરાટ કોહલીના 72માં ટેસ્ટમાં 24મી સદી છે. તેણે આ સાથે જ વિરેન્દ્ર સહેવાગ, સ્ટીવન સ્મિથ, જાવેદ મિયાદાદ, જસ્ટિન લેંગર અને કેવિન પીટરસનને પાછળ છોડી દીધા છે, આ બધાએ તેનવા કરિયરમાં 23-23 ટેસ્ટ સદીઓ મારી છે. સ્મિથે 64, સહેવાગ અને પીટરશન 104-104, જસ્ટિન લેંગર 105 અને જાવેગ મિયાદાદે 124 ટેસ્ટમાં 23 સદીઓ મારી હતી.  

વિવિયન રિચડ્સ અને ચૈપલની કરી બરાબરી 
વિરાટ કોહલીએ 24મી ટેસ્ટ શતક મારવાની સાથે જ વેસ્ટઇન્ડિઝના વિવિયવ રિચર્ડસ, ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચૈપલ અને પાકિસ્તાનના મોહમ્મદ યુસુફની બરાબરી કરી છે. વિરાટએ આ ત્રણેય કરતા ઓછી મેચો રમીને 24 સદીઓ મારી દીધી છે. આ તેનો 72મો ટેસ્ટ મેચ છે, ચૈપલે 87, યુસુફે 900અને વિવિયન રિચર્ડ્સે 121 મેચ રમીને 24 સદીઓ મારી હતી.

ઇન્ટરનેશનલ શતકમાં પાંચમાં નંબર પર કોહલી 
વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 35 અને ટેસ્ટ ક્રિકેટમાં 24 સદીઓ ફટકારી છે. એટલે કુલ 59 ઇન્ટરનેશનલ સદીઓ અત્યાર સુધીમાં ફટકારી ચૂક્યો છે. આ મામલે અત્યાર સુધીમાં ચાર ક્રિકેટરો તેનાથી આગળ છે, સૌથી વધારે 100 ઇન્ટરનેશનલ સદી ફટકારનાર સચિન તેંડુલકરનું નામ છે. સચિન સિવાય કોઇ પણ ભારતીય વિરાટ કોહલીથી વધારે ઇન્ટરનેશનલ સદી ફટકારી નથી. 

સહેવાગ અને સૌરવથી પણ આગળ છે દ્રવિડ
ઇન્ટરનેશનલ સદીઓના મામલે સચિન તેંડુલકર બાદ રિકી પોન્ટિંગનું નામ છે, તેણે 71 સદીઓ ફટકારી છે. ત્યાર બાદ કુમાર સંગાકારા(63) ત્રીજા નંબર પર જૈક કાલિસ(62) ચોથા નંબર પર છે. ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો સચિન અને વિચાટ કોહલી બાદ રાહુલ દ્રવિડનો નંબર આવે છે. તેણે 48 ઇન્ટરનેશનલ સદીઓ મારી છે. વિરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલીએ 38-38 અને સુનીલ ગાવસ્કરે 35 ઇન્ટરનેશલ સદીઓ ફટકારી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news