Virat Kohli ની હોટલ રૂમનો વીડિયો વાયરલ, પૂર્વ કેપ્ટન થયો ગુસ્સે, અનુષ્કા ભડકી- કહ્યું આ નિજતાનું ઉલ્લંઘન છે

Anushka Sharma: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેની હોટલ રૂમનો વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરવા પર ફેન્સથી ખુબ નારાજ છે. સેલેબ કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. 

Virat Kohli ની હોટલ રૂમનો વીડિયો વાયરલ, પૂર્વ કેપ્ટન થયો ગુસ્સે, અનુષ્કા ભડકી- કહ્યું આ નિજતાનું ઉલ્લંઘન છે

પર્થઃ Anushka Sharma on Virat Kohli Hotel Room Vrial Video: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આ દિવસોમાં ટી20 વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. આ વચ્ચે તેની હોટલના રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે, જેને લઈને તેની પત્ની અનુષ્કા શર્માએ વીડિયો રેકોર્ડ કરનાર ફેન પર નારાજગી વ્યક્ત કરી છે. તો વિરાટ કોહલીએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. 

અનુષ્કાએ સ્ક્રીનશોટ શેર કરી વ્યક્ત કરી નારાજગી
અનુષ્કા શર્માએ નારાજગી જાહેર કરતા વાયરલ થઈ રહેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ શેર કરતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'કેટલીક આવી ઘટનાઓનો અનુભવ કર્યો છે જ્યાં કેટલાક ફેન્સે કોઈ દયા કે કૃપા દેખાડી નથી. પરંતુ આ ખરાબ વાત છે. એક વ્યક્તિનું અપમાન અને નિજતાનું ઉલ્લંઘન છે અને જે કોઈ તેને જોવા ઈચ્છે છે અને વિચારે છે કે સેલિબ્રિટી છે તો ડીલ કરવું પડશે તો તે ખબર હોવી જોઈએ કે તમે પણ સમસ્યાનો ભાગ છો. બધાને સેલ્ફ કંટ્રોલની પ્રેક્ટિસ કરવાથી મદદ મળે છે. જો તમારા બેડરૂમ સાથે આવું થઈ રહ્યું હોય તો પછી લાઇન ક્યાં છે?'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ લોકોને કહ્યું- પ્રાઇવેસીનું સન્માન કરો
તો વિરાટ કોહલીએ વીડિયો શેર કરતા લખ્યું, 'હું સમજુ છું કે ફેન્સ પોતાના ફેવરેટ ખેલાડીઓને જોઈને ખુબ ખુશ અને રોમાંચિત થઈ જાય છે અને તેને મળવા માટે આતુર હોય છે અને મેં હંમેશા તેની સરાહના કરી છે. પરંતુ આ વીડિયો ભયાનક છે અને તેણે મને મારી નિજતા વિશે ખુબ અજીબ અનુભવ કરાવ્યો છે. જો હું મારા હોટલના રૂમમાં પ્રાઇવેસી ન રાખી શકું, તો હું ખરેખર કોઈપણ પર્સનલ સ્પેસની અપેક્ષા ક્યાં કરી શકુ છું? મહેરબાની કરી લોકોની પ્રાઇવેસીનું સન્માન કરો અને તેને મનોરંજનના રૂપમાં ન લો.'

anushka on virat kohli post

સેલેબ્સ કરી રહ્યાં છે કોમેન્ટ
તો તેમની પોસ્ટ પર સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યાં છે. અર્જુન કપૂરે કોમેન્ટ કરતા લખ્યું- 'આજે દરેકની પાસે કેમેરો હોવાનો આ સૌથી દુખદ ભાગ છે.' વરૂણ ધવને કોમેન્ટ કરી- હોરેબલ બિહેવિયર, તો પરિણીતિ ચોપડા અને ઉર્વશી રૌતેલાએ પણ કોમેન્ટ કરતા તેને ખરાબ ગણાવ્યું છે.

નોંધનીય છે કે વિરાટ અને અનુષ્કા પોતાની લાઇફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. તે હંમેશા પોતાની પુત્રી વામિકાની તસવીરો પણ ક્લિક ન કરવાની વિનંતી કરતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news