વિરાટ કોહલી સુપરસ્ટાર છે, જે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છેઃ ગ્રીમ સ્મિથ
સ્મિથે જગમોહન ડાલમિયાના વાર્ષિક કોન્ક્લેવમાં શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે વિરાટ કોહલીને રિયલ સુપરસ્ટાર જણાવતા ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છે.
Trending Photos
કોલકત્તાઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનું માનવું છે કે વિરાટ કોહલી સુપરસ્ટાર છે, જે ટેસ્ટ ક્રિકેટને જીવાડવામાં અગ્રણી રહેશે. સ્મિથે જગમોહન ડાલમિયાના વાર્ષિક કોન્ક્લેવમાં શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે વિરાટ કોહલીને રિયલ સુપરસ્ટાર જણાવતા ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોહલીએ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે કેરિયરમાં 10,000 રન પૂરા કર્યા હતા. એટલું જ નહીં તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી ઓછી ઈનિંગમાં અહીં સુધી પહોંચવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. ત્યારબાદ સચિન સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેને હાલના સમયમાં સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક ગણાવ્યો હતો.
વિરાટ વિશે સ્મિથે પોતાના નિવેદનમાં કહ્યું, વિશ્વ ક્રિકેટને સુપરસ્ટાર્સની જરૂર છે. તેનો અભાવ છે. ઈંગ્લેન્ડમાં એક-બે છે. મને લાગે છે કે, વિરાટ કોહલી સુપરસ્ટાર છે. મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 શ્રેણીનો પ્રથમ મેચ કોલકત્તામાં 4 નવેમ્બરે રમાશે. વિરાટ કોહલીને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને રોહિત શર્મા કેપ્ટનશિપ કરશે.
તેણે કહ્યું, તેને ટેસ્ટ ક્રિકેટ પસંદ છે અને તે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે એવા દેશમાં ટેસ્ટ ક્રિકેટને મજબૂત બનાવી રાખે છે, જે આઈપીએલ અને ટી20 પસંદ કરે છે. આ સૌથી મોટી વાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે