50 ઈનિંગથી સદી નહીં, કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે વિરાટ કોહલી

Virat Kohli out on 7: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો ખરાબ સમય લાંબા સમયથી ચાલી રહ્યો છે. તેણે છેલ્લે 2019માં સદી ફટકારી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વિરાટ ત્રણ આંકડાના સ્કોરમાં પહોંચી શક્યો નથી. 

Updated By: Aug 26, 2021, 03:10 PM IST
50 ઈનિંગથી સદી નહીં, કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે વિરાટ કોહલી

મુંબઈઃ હજુ થોડા સમય પહેલા સુધી વિરાટ કોહલીના બેટથી રનનો વરસાદ થઈ રહ્યો હતો. તેને રોકવો કોઈપણ બોલર માટે મુશ્કેલ હતું. પરંતુ હવે સ્થિતિ બદલી છે. વિરાટ કોહલીનું બેટ તેનાથી નારાજ થઈ ગયું છે. 

વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન, જે ધનાધન સદીઓ ફટકારી રહ્યો હતો, તે હવે ત્રણેય ફોર્મેટમાં મળીને 50 ઈનિંગથી સદી ફટકારી શક્યો નથી. હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં તેનું ફોર્મ પાટા પર આવી શક્યું નહીં. મેચના પ્રથમ કલાકમાં કોહલી પેવેલિયન પરત ફરી ગયો. બુધવારે તે માત્ર સાત રન બનાવી જેમ્સ એન્ડરનના બોલ પર આઉટ થઈ ગયો હતો. બોલ તેના બેટના કિનારાને લાવી વિકેટની પાછળ જોસ બટલરના હાથમાં પહોંચી ગયો હતો. 

છેલ્લી 18 ઈનિંગમાં કોહલીની બેટિંગ એવરેજ માત્ર 23ની છે. દરેક બેટ્સમેનના કરિયરમાં એવો સમય આવે છે કે તે રન બનાવી શકતો નથી. ખરાબ સમય ખેલાડીના જીવનનો ભાગ છે. કરિયરમાં ચઢાવ-ઉતાર આવતા રહે છે. દરેક મોટા ખેલાડીના જીવનમાં આવો સમય આવે છે. લાગી રહ્યું છે કે કોહલી પણ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ 2014માં પણ કોહલી આ સ્થિતિમાંથી પસાર થયો હતો. 

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાની આ ઘડિયાળની કિંમત જાણીને ઉડી જશે હોશ, ઇન્ટરનેટ પર મચાવી સનસની

પરંતુ એવું લાગી રહ્યું છે કે ઓફ સ્ટમ્પની બહાર બોલ સાથે ચેડા કરવાની આદત કોહલીમાં ફરી આવી ગઈ છે. ઈંગ્લેન્ડમાં કોહલી પ્રથમવાર એવા બોલ પર આઉટ થયો છે જેને છોડી શકાય છે. સિરીઝમાં ચોથીવાર વિકેટની પાછળ આઉટ થયો છે. 

કોહલીનો ખરાબ સમય 2020માં ભારતના ન્યૂઝીલેન્ડના પ્રવાસથી શરૂ થયો હતો. ત્યાં ચાર ટી20 આંતરરાષ્ટ્રીય, ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચોમાં કુલ મળીને કોહલી માત્ર 218 રન બનાવી શક્યો હતો. 

હેડિંગ્લે ટેસ્ટમાં ભારતની સ્થિતિ ખરાબ
લોર્ડ્સમાં શાનદાર વાપસી કરી જીત મેળવનાર ભારતીય ટીમ લીડ્સ ટેસ્ટમાં લંચ બાદ માત્ર 78 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે 120 રન બનાવી લીધા હતા. આમ ઈંગ્લેન્ડે 42 રનની લીડ મેળવી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube