CM ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે, તેમની રાજકીય કારકિર્દી વિશે જાણો એક ક્લિકમાં

Gujarat Election 2022: આજે CM ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા CM ત્રિ-મંદિરે દર્શન કર્યા છે. રાજ્યના યશસ્વી અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફોર્મ ભરવા જતાં પહેલા ત્રિમંદીર ખાતે આત્માજ્ઞાની પૂજ્ય શ્રી દિપકભાઈ દેસાઈના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

CM ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે, તેમની રાજકીય કારકિર્દી વિશે જાણો એક ક્લિકમાં

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે 14 નવેમ્બરે ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે 17 નવેમ્બર છેલ્લી તારીખ છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં એક વિશાળ રેલી કરશે. ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભરશે. ફોર્મ ભરતાં સમયે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. 

આજે CM ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા CM ત્રિ-મંદિરે દર્શન કર્યા છે. રાજ્યના યશસ્વી અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફોર્મ ભરવા જતાં પહેલા ત્રિમંદીર ખાતે આત્માજ્ઞાની પૂજ્ય શ્રી દિપકભાઈ દેસાઈના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફોર્મ ભરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હાજર રહેશે. 

મેમનગર નગરપાલિકાના સમયથી લઇને આજ સુધી માનનીય શ્રી નરેન્દ્રભાઇનું માર્ગદર્શન અને લોકોનો અઢળક વિશ્વાસ સતત મળતો રહ્યો છે. અમદાવાદ શહેરના વિકાસના અનેક પ્રકલ્પોમાં યોગદાન આપવાનો મને અવસર મળ્યો એને હું મારું સૌભાગ્ય ગણું છું.

જાણો CM ભૂપેન્દ્ર પટેલની રાજકીય કરિયર વિશે VIDEOમાં....

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2022

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2022

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2022

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2022

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2022

નોંધનીય છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો વર્તમાન CM ભૂપેન્દ્ર પટેલ છે. આવી સ્થિતિમાં જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે. અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં છે. જેના કારણે તે સૌથી ચર્ચિત બેઠક બની છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે અને આજે તેઓ ફરી આ ચૂંટણીમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમાં પાટીદાર મુખ્યમંત્રી છે. આ પહેલા બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ રાજ્યની ધૂરા સંભાળી ચુક્યા છે. 

સિવિલ એન્જિનિયર છે સીએમ ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.

અગાઉ સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે 59 વર્ષીય ભૂપેન્દ્ર પટેલ જોડાયેલા હતા. ચાર વર્ષ પહેલા રચાયેલી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલને સ્થાન નહોતું. આ સમયે કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતુ કે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતા. પરંતુ ત્યારબાદ સંગઠન અને પાર્ટી હાઈકમાન્ડે વિજય રૂપાણીને રાજીનામું અપાવીને ભૂપેન્દ્ર પટેલને રાજ્યના નવા સીએમ બનાવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારર્કિર્દી
- ભાજપના પાયાના કાર્યકર
- ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે
- અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા
- ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય
- આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયા બેઠક પરથી લડ્યા ચૂંટણી હતા
- 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શશિકાંત પટેલ સામે 1.17 લાખ મતની લીડ સાથે જીત્યા હતા
- પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ

તમને જણાવી દઈએ કે 2008માં સીમાંકન બાદ ઘાટલોડિયા બેઠક અસ્તિત્વમાં આવી હતી. 2012માં અહીં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી યોજાયેલી બંને ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપનો વિજય થયો છે. એટલું જ નહીં અહીંથી જીતેલા બંને ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના આનંદી બેન પટેલ જીત્યા હતા. બીજી તરફ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશિકાંત પટેલને એક લાખ 17 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. પહેલીવાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને ભાજપે ચૂંટણીના 15 મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા હતા.

ઘાટલોડિયા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. તેવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ માટે 17 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news