World Cup 2019: ક્રિસ વોક્સે પકડ્યો આશ્ચર્યજનક કેચ, જોતો રહી ગયો પાક બેટ્સમેન

આ શાનદાર કેચની મદદથી ઇમામ ઉલ હક વિશ્વકપમાં પોતાની અડધી સદી ચુકી ગયો છે. ઇમામે પાકિસ્તાન માટે 58 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા.
 

World Cup 2019: ક્રિસ વોક્સે પકડ્યો આશ્ચર્યજનક કેચ, જોતો રહી ગયો પાક બેટ્સમેન

નોટિંઘમઃ ICC Cricket World Cup 2019 England vs Pakistan: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે નોટિંઘમમાં રમાઇ રહેલી વિશ્વકપ 2019ની છઠ્ઠી લીગ મેચમાં ઈંગ્લેન્ડે ફરી દર્શાવ્યું કે, તે વિશ્વકપની પ્રબળ દાવેદાર કેમ છે. હકીકતમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વોક્સે આ મેચમાં એવો કેચ કર્યો જેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. આ દર્શાવે છે કે ઈંગ્લેન્ડની ટીમ આ વખતે વિશ્વકપમાં કોઈપણ પ્રકારની ચૂક કરવા ઈચ્છતી નથી. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ઈનિંગની 21મી ઓવર શરૂ થઈ. બોલ ઈંગ્લેન્ડના સ્પિનર મોઇન અલીના હાથમાં હતો, અને સામે ઇમામ-ઉલ-હક. ઇમામે મોઇન અલીનો પ્રથમબોલ કવરની ઉપરથી રમ્યો જ્યાં આશરે 81મીટરની બાઉન્ડ્રી હતી. ઇમામના બેટ પર બોલ સારી રીતે આવ્યો પરંતુ ગતિને કારણે બોલ હવામાં રહ્યો ત્યાં મિડ ઓફ પર ઉભેલા ક્રિસ વોક્સે પોતાની જમણી તરફ દોડતા શાનદાર કેચ ઝડપી લીધો. જુઓ વીડિયો..

— Cricket World Cup (@cricketworldcup) June 3, 2019

આ શાનદાર કેચની મદદથી ઇમામ ઉલ હક વિશ્વકપમાં પોતાની અડધી સદી ચુકી ગયો છે. ઇમામે પાકિસ્તાન માટે 58 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ખતરનાક કેચ ઝડપ્યો હતો. જે ઈંગ્લેન્ડની ટીમનું આ વિશ્વકપમાં ડેડિકેશન દર્શાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news