WORLD CUP 2019 POINTS TABLE : ઓસ્ટ્રેલિયા ટોપ પર પહોંચ્યું, જાણો અન્ય ટીમોની સ્થિતિ

બાંગ્લાદેશને હરાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. 
 

 WORLD CUP 2019 POINTS TABLE : ઓસ્ટ્રેલિયા ટોપ પર પહોંચ્યું, જાણો અન્ય ટીમોની સ્થિતિ

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપમાં કુલ 26 મેચ રમાઇ ચુકી છે. ગુરૂવાર (20 જૂને) ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ હતી. મેચ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિઝમાં રમાઇ અને રનનો વરસાદ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટ પર 381 રન બનાવ્યા જવાબમાં બાંગ્લાદેશની ટીમ આઠ વિકેટ પર 333 રન બનાવી શકી હતી. આ મેચમાં જીત મેળવીને ઓસ્ટ્રેલિયા ફરી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. 

તો ન્યૂઝીલેન્ડના ખાતામાં 9 પોઈન્ટ છે અને ટીમ હાલ બીજા સ્થાને છે. ટોપ ચાર ટીમોમાં ન્યૂઝીલેન્ડ અને ભારત એવી ટીમ છે જેના ખાતામાં અત્યાર સુધી એકપણ હાર નથી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ એક-એક મેચ હારી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાનો ભારત સામે તો ઈંગ્લેન્ડનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો. ટોપ ચાર ટીમો હાલ તો સેમીફાઇનલમાં પહોંચતી નજર આવી રહી છે. અંતિમ છ ટીમોએ સેમીફાઇનલમાં જગ્યા બનાવવા માટે તમામ મેચ જીતવી પડશે અને બાકીની ટીમોના પરિણામ પર પણ આધાર રાખવો પડશે. 

પોઈન્ટ ટેબલ પર એક નજર

ક્રમ ટીમ મેટ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રનરેટ
1 ઓસ્ટ્રેલિયા 6 5 1 0 0 10 0.849
2 ન્યૂઝીલેન્ડ 5 4 0 0 1 9 1.591
3 ઈંગ્લેન્ડ 5 4 1 0 0 8 1.862
4 ઈંન્ડિયા 4 3 0 0 1 7 1.029
5 બાંગ્લાદેશ 6 2 3 0 1 5 -0.407
6 શ્રીલંકા 5 1 2 0 2 4 -1.778
7 વેસ્ટ ઈન્ડિઝ 5 1 3 0 1 3 0.272
8 સાઉથ આફ્રિકા 6 1 4 0 1 3 -0.193
9 પાકિસ્તાન 5 1 3 0 1 3 -1.933
10 અફઘાનિસ્તાન 5 0 5 0 0 0 -2.089

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news