World Cup 2023: અજય જાડેજાએ અફઘાન ટીમના મેન્ટર બનતા પહેલા પાકિસ્તાન ફોન કર્યો હતો? જાણો કોણે કર્યો આ દાવો
અફઘાનિસ્તાનની ટીમની જીતમાં ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડીનું પણ ખુબ યોગદાન છે. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ટીમના મેન્ટર છે અને તેમનો અનુભવ અફઘાન ખેલાડીઓને ખુબ કામે લાગી રહ્યો છે. અજય જાડેજાએ ભારત માટે 200થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ ખેલમાં તેમની સમજ કમાલની છે. સ્પષ્ટ રીતે તેમની સલાહ ખેલાડીઓને કામ આવતી હશે
Trending Photos
વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને ખરેખર કમાલ કરી દીધો. આ ટુર્નામેન્ટની 22મી મેચમાં અફઘાન ટીમે પાકિસ્તાનને એકતરફી અંદાજમાં 8 વિકેટથી હરાવીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 7 વિકેટના ભોગે 282 રન કર્યા પરંતુ આટલો મોટો સ્કોર પણ અફઘાન ટીમે સરળતાથી ચેઝ કરી લીધો. અફઘાનિસ્તાનના દરેક ખેલાડીએ આ જીતમાં પોતાનું 100 ટકા યોગદાન આપ્યું. બોલિંગમાં નૂર અહેમદ અને નવીન ઉલ હકે જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું જ્યારે ત્યારબાદ ઈબ્રાહિમ જાદરાન, રહમનુલ્લાહ ગુરબાઝ, રહમત શાહ, અને હશમતુલ્લાહ શાહિદીએ કમાલની બેટિંગ કરીને પાકિસ્તાનને ધોળે દિવસે તારા દેખાડી દીધા.
અફઘાનિસ્તાનની ટીમની જીતમાં ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડીનું પણ ખુબ યોગદાન છે. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ટીમના મેન્ટર છે અને તેમનો અનુભવ અફઘાન ખેલાડીઓને ખુબ કામે લાગી રહ્યો છે. અજય જાડેજાએ ભારત માટે 200થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ ખેલમાં તેમની સમજ કમાલની છે. સ્પષ્ટ રીતે તેમની સલાહ ખેલાડીઓને કામ આવતી હશે. અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપની બરાબર પહેલા જ અજય જાડેજાને મેનેજમેન્ટ સાથે જોડ્યા હતા. આ બધા વચ્ચે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર રાશિદ લતીફે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Rashid Latif on Ajay Jadeja — "Ajay Jadeja called me before joining Afghanistan Cricket Team in this WorldCup. He asked me how is this team? I replied to him that you will try to teach them but will end up learning from Afghan players." #CWC23 pic.twitter.com/kGPQoLvR54
— Arfa Feroz Zake (@ArfaSays_) October 23, 2023
જાડેજાએ ફોન કર્યો હતો?
રાશિદ ખાને પાકિસ્તાની મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે અજય જાડેજાએ અફઘાનિસ્તાનની ટીમના મેન્ટર બનતા પહેલા તેમને ફોન કર્યો હતો. રાશિદ ખાનનો દાવો છે કે અજય જાડેજાએ તેમને પૂછ્યું હતું કે 'અફઘાનિસ્તાનની ટીમ કેવી છે? જેના પર રાશિદે કહ્યું કે તમે તેમને શિખવાડવાની કોશિશ કરશો પરંતુ અંતમાં અફઘાન ખેલાડીઓ પાસેથી ઘણું બધુ શીખીને જશો.'
અફઘાનિસ્તાનના મુરીદ છે જાડેજા
અત્રે જણાવવાનું કે અજય જાડેજા આ ટીમના મુરીદ છે. જાડેજાનું માનવું છે કે ખેલમાં જેટલો સુધાર અફઘાન ટીમે કર્યો છે તેના માટે બીજી ટીમોને 50થી 100 વર્ષ લાગશે. આ ટીમ 20 વર્ષમાં જ ખુબ શક્તિશાળી બની ગઈ છે. જાડેજાનું માનવું છે કે જલદી આ ટીમ દુનિયામાં સૌથી ખતરનાક ટીમ બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે