World Cup: ભારત હારશે ટોસ, પરંતુ....... જાડેજા અને કુલદીપ કરશે કમાલ, ફાઈનલ માટે થઈ ગઈ ભવિષ્યવાણી

IND vs AUS Final: સુમિત બજાજે કહ્યુ કે ભારત ઓસ્ટ્રેલિયાની તુલનામાં એક પોઈન્ટ આગળ છે, જેનાથી ખ્યાલ આવે છે કે ફાઈનલમાં ટક્કર થશે. તે અંત સુધી જશે અને ભારતની જીત થશે. 

World Cup: ભારત હારશે ટોસ, પરંતુ....... જાડેજા અને કુલદીપ કરશે કમાલ, ફાઈનલ માટે થઈ ગઈ ભવિષ્યવાણી

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં રવિવારે રમાનાર વિશ્વકપ ફાઈનલ માટે હવે થોડી કલાકો બાકી છે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ માટે તૈયાર છે. મેચ પહેલા જાણીતા જ્યોતિષીએ ફાઈનલ મેચને લઈને ભવિષ્યવાણી કરી છે. સુમિત બજાજ નામના એક જ્યોતિષીની ભવિષ્યવાણી એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે ભૂતકાળમાં તેમણે સેમીફાઈનલ સહિત તમામ મેચો વિશે સટીક જાણકારી આપી હતી. પોતાના યૂટ્યૂબ પર એક વીડિયોમાં કહ્યું કે ફાઈનલ મુકાબલામાં ભારત ટોસ હારી જશે, પરંતુ મેચમાં જીત નક્કી છે. આ સિવાય રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ પોતાની બોલિંગથી કમાલ દેખાડવાના છે. 

સુમિત બજાજે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું- ભારત ઓસ્ટ્રેલિયાની તુલનામાં એક પોઈન્ટ આગળ છે, જેનાથી ખ્યાલ આવે છે કે મેચમાં ટક્કર જોવા મળશે. તે અંત સુધી જશે, જેમાં ભારતની જીત થશે. ભારતનું પલડું ભારે છે અને જીત નક્કી છે. ભારતીય ફાસ્ટ બોલર એવરેજ પ્રદર્શન કરશે અને એક-એક કે બે-બે વિકેટ લઈ શકે છે, પરંતુ જાડેજા અને કુલદીપ મહત્વના હશે. તે મેચને ભારતની ફેવરમાં ટર્ન કરશે. બેટરોમાં રોહિત શર્મા મહત્વપૂર્ણ ઈનિંગ રમી શકે છે. વિરાટ કોહલી પણ ખુબ સારી ઈનિંગ રમી ભારતને જીતાડી શકે છે. આ સિવાય ત્રીજા બેટર શ્રેયસ અય્યરનું ફોર્મ સારૂ રહેશે. તો ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર, મિચેલ માર્શ અને સ્મિથ માટે બેટિંગની દ્રષ્ટિએ સારો દિવસ રહી શકે છે. 

તેમણે આગળ કહ્યું કે બની શકે ભારત ટોસ હારી જાય અને ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરે. જો ટોસ હારીએ તો પણ ભારતનું પલડું ભારે રહેશે અને તે આગળ નિકળી જશે. મેચ દરમિયાન કેટલીક ક્ષણ મહત્વપૂર્ણ રહેવાની છે. 3.25થી 3.30, 4.16થી 4.30 મિનિટ અને પાંચ કલાકનો સમય ખુબ મહત્વપૂર્ણ છે અને આ દરમિયાન વિકેટ પડી શકે છે. તેમણે ભવિષ્યવાણી કરી કે લગભગ ટીમમાં કોઈ ફેરફાર ન થાય. રોહિત શર્મા પોતાના વિનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરશે નહીં. આ સિવાય અઢીથી 3 કલાકનો સમય ઓસ્ટ્રેલિયાના પક્ષમાં વધુ રહી શકે છે. 9.50ની આસપાસ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી હશે અને ત્યારબાદ ભારત ભારે પડશે. ભારત તેને જીતમાં કન્વર્ટ કરી દેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news