IND vs AUS Stats: વિરાટ કોહલીના નિશાના પર રાહુલ દ્રવિડનો મહારેકોર્ડ, WTC ફાઈનલમાં તૂટી શકે છે આ 4 રેકોર્ડ

AUS vs IND WTC Final 2023: વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ  WTC 2023 ફાઈનલમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તેના નિશાના પર ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો મહારેકોર્ડ પણ છે. 

IND vs AUS Stats: વિરાટ કોહલીના નિશાના પર રાહુલ દ્રવિડનો મહારેકોર્ડ, WTC ફાઈનલમાં તૂટી શકે છે આ 4 રેકોર્ડ

નવી દિલ્હીઃ WTC 2023 ફાઈનલમાં જ્યારે વિરાટ કોહલી મેદાન પર ઉતરશે તો ઘણા રેકોર્ડ તેની રાહ જોઈ રહ્યાં હશે. એક તો ગુરૂ રાહુલ દ્રવિડનો મહારેકોર્ડ છે, જેને કોહલી તોડી શકે છે. પરંતુ ઈંગ્લેન્ડની પડકારજનક પરિસ્થિતિમાં પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કની હાજરીમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર તેની પરીક્ષા લેશે, પરંતુ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કોહલીને રોકવો સરળ નથી. આવો જાણીએ ક્યા-ક્યા રેકોર્ડ દાંવ પર લાગ્યા હશે. 

સર વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ નિશાના પર
વિરાટ કોહલીએ અત્યાર સુધી 108 ટેસ્ટમાં 8416 રન બનાવ્યા છે, જો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં 125 રન બનાવવામાં સફળ રહે છે તો તે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ મહાન અને પોતાના પસંદગીના બેટરોમાંથી એક સર વિવિયન રિચર્ડ્સના 8540 ટેસ્ટ રનની ટેલીને પાર કરી જશે. 

171 રન બનાવતા વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડશે
એટલું જ નહીં તેની પાસે પૂર્વ ભારતીય ઓપનિંગ બેટર વીરેન્દ્ર સેહવાગના ટેસ્ટ રનને પણ પાર કરવાની શાનદાર તક હશે. સેહવાગના નામે ટેસ્ટ ક્રિકેટમાં 8586 રન છે. કોહલીને પોતાના પૂર્વ સાથીથી આગળ નિકળવી માટે 171 રન બનાવવા પડશે. 

vs AUS: રાહુલ દ્રવિડના રનને પાછળ છોડી શકે છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાહુલ દ્રવિડના ટેસ્ટ રનને પછાડવાની તક છે. દ્રવિડ ઓસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી ખતરનાક બેટરમાંથી એક છે. દ્રવિડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 60 ઈનિંગમાં 2143 રન બનાવ્યા, જેમાં બે સદી અને 13 અડધી સદી સામેલ છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 42 ઈનિંગમાં 1979 રન બનાવ્યા છે. દ્રવિડનો રેકોર્ડ તોડવા માટે તેણે 164 રન બનાવવા પડશે. 

ભારત-ઓસ્ટ્રેલિયા મેચોમાં પોન્ટિંગના સદીનો રેકોર્ડ તોડવો
વિરાટ કોહલી જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની નજર ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં રિકી પોન્ટિંગના 8 સદીના રેકોર્ડને તોડવા પર હશે. પોન્ટિંગ, કોહલી, સ્મિથ, સુનીલ ગાવસ્કરની સાથે આ યાદીમાં સંયુક્ત રૂપથી બીજા સ્થાને છે. સચિન તેંડુલકર 11 સદીની સાથે ટોપ પર છે. જો કોહલી અને સ્મિથ સદી ફટકારે છે તો આ લિસ્ટમાં સચિન બાદ બીજા નંબરે પહોંચી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news