Year Ender 2023: આ વર્ષે વનડેમાં આ 10 ખેલાડીઓનો રહ્યો દબદબો, ટોપ-3 માં તમામ ભારતીય

ODI 2023: આ વર્ષે રમાયેલી ODI મેચોમાં શુભમન ગિલનો દબદબો યથાવત રહ્યો હતો. ગિલ 2023માં ODIનો સૌથી વધુ સ્કોરર હતો. આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
 

Year Ender 2023: આ વર્ષે વનડેમાં આ 10 ખેલાડીઓનો રહ્યો દબદબો, ટોપ-3 માં તમામ ભારતીય

Highest ODI Scorer In 2023: ચાલુ વર્ષ એટલે કે 2023 તેના અંત તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ભારતીય બેટ્સમેન શુભમન ગિલનું બેટ ODIમાં જોરદાર ચાલ્યું છે. ગિલ આ વર્ષે કુલ 29 ODI મેચ રમ્યો છે. આ સિવાય જો આપણે 2023માં સૌથી વધુ ODI રન બનાવનાર ટોપ-3 બેટ્સમેન પર નજર કરીએ તો ત્રણેય ભારતીય જ જોવા મળે છે. શુભમન ગિલ નંબર વન પર છે. આ પછી વિરાટ કોહલી બીજા અને રોહિત શર્મા ત્રીજા ક્રમે છે.

એટલે કે ભારતીય બેટ્સમેનોએ વનડેમાં ઘણા રન બનાવ્યા છે. ત્યારબાદ આ યાદીમાં આગળ વધીને ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ ચોથા સ્થાને અને શ્રીલંકાના પથુમ નિસાંકા પાંચમા સ્થાને આવે છે. આ પછી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ છઠ્ઠા, પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સાતમા, ઈંગ્લેન્ડના ડેવિડ મલાન આઠમા, દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ નવમા અને કેએલ રાહુલ સંયુક્ત રીતે નવમા સ્થાને છે પરંતુ વધુ મેચ રમવાના કારણે તે દસમા સ્થાને દેખાય છે.

ગિલ સહિત ત્રણેય ભારતીય બેટ્સમેનોએ કર્યો કમાલ
નંબર વન પર રહેલા શુભમન ગીલે 29 મેચની 29 ઇનિંગ્સમાં 63.36ની શાનદાર એવરેજથી 1584 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5 સદી અને 9 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 208 રન છે. આ દરમિયાન ગિલ ખાતું ખોલાવ્યા વિના માત્ર એક જ વાર આઉટ થયો છે.

આ પછી બીજા નંબર પર રહેલા વિરાટ કોહલીએ આ વર્ષે 27 ODI મેચોની 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 72.47ની એવરેજથી 1377 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ 6 સદી અને 8 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 166* રન હતો.

ત્યારબાદ ત્રીજા નંબર પર રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 27 મેચની 26 ઇનિંગ્સમાં 52.29ની એવરેજથી 1255 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય કેપ્ટનના બેટમાંથી 2 સદી અને 9 અડધી સદી આવી છે. ત્રણ ભારતીય બેટ્સમેનોમાં, રોહિત શર્માએ સૌથી વધુ 67 સિક્સ ફટકારી છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ સહિત ત્રણેય ભારતીય બેટ્સમેનો આ વર્ષે વધુ વનડે મેચ નહીં રમે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમશે, જેમાં ત્રણેય બેટ્સમેન ભારતીય ટીમનો ભાગ નથી.

2023 વનડેમાં સૌથી રન બનાવનાર ટોપ-બેટ્સમેન
શુભમન ગિલ- 1584 (29 મેચ)
વિરાટ કોહલી- 1377 (27 મેચ)
રોહિત શર્મા- 1255 (27 મેચ)
ડેરીલ મિશેલ- 1204 (26 મેચ)
પથુમ નિસાંકા- 1151 (29 મેચ)
બાબર આઝમ- 1065 (25 મેચ)
મોહમ્મદ રિઝવાન- 1023 (25 મેચ)
ડેવિડ મલાન- 995 (18 મેચ)
એઇડન માર્કરામ- 983 (21 મેચ)
કેએલ રાહુલ- 983 (24 મેચ).

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news