યુવરાજ સિંહ માટે શોએબ અખ્તરનો નિવૃતી પ્લાન, 'બાળકો પેદા કરો અને તેને રમાડો'
37 વર્ષના યુવરાજને ન માત્ર પોતાના સમયના સાથી ખેલાડીઓ શુભેચ્છા આપી રહ્યાં છે પરંતુ વિદેશી દિગ્ગજોએ પણ તેના સુખદ ભવિષ્યની કામના કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઈ લીધી છે. ક્રિકેટ જગત તેને ભવિષ્ય માટે સતત શુભકામનાઓ આપી રહ્યું છે. 37 વર્ષના યુવરાજે ન માત્ર પોતાના સમયના સાથી ખેલાડીઓએ શુભેચ્છા મોકલી છે, પરંતુ વિદેશી દિગ્ગજોએ પણ તેના સુખદ ભવિષ્યની કામના કરી છે. સ્ટુઅર્ટ બ્રોડે યુવરાજને લેજન્ડ કર્યો છે, તો રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરે તેને 'મેચ વિનર' કરીને સન્માન આપ્યું છે.
પાકિસ્તાનના આ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જૂનિયર દોસ્ત અને રોક સ્ટાર કરતા યુવરાજની ખૂબ પ્રશંસા કરી છે. તેણે યુવજારને ભવિષ્ય માટે ટિપ્સ પણ આવી છે. શોએબે કહ્યું કે, યુવરાજમાં હજુ પણ થોડું ક્રિકેટ બાકી છે. તે આઈપીએલમાં રમશે. આ સાથે તેણે કહ્યું કે, તે ટીવી માટે ઘણું સારૂ કામ કરી શકે છે.
શોએબ અખ્તરે પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પર યુવરાજને એક અનોખી અપીલ કરી છે. તેણે કહ્યું, 'ઝડપથી બે બાળકો પેદા કરી લો...... આ વધુ જરૂરી છે, કારણ કે પહેલા બોલરોને રમતાડતો હતો, હવે બાળકને રમાડજે.'
43 વર્ષના શોએબ અખ્તર તે દિવસને યાદ કરે છે, જ્યારે તેનો પ્રથમ વાર 2003માં યુવરાજ સાથે સામનો થયો હતો. વિશ્વ કપ દરમિયાન સેન્ચુરિયન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવરાજની શાનદાર ઈનિંગ (અણનમ 50 રન)ની તે ખુબ પ્રશંસા કરે છે. તેણે જણાવ્યું કે, ત્યારબાદ તે પોતાને ન રોકી શક્યો. તે યુવરાજની પાસે ગયો. તેની સાથે વાતચીત કરી અને ક્રિકેટમાં તેની સમજનો સમજવાનો પ્રયત્ન કર્યો.
અખ્તરે માન્યું કે યુવરાજ જેવા ડાબા બાથના ભારતીય બેટ્સમેન ઓછા જોવા મળ્યા. તેણે કહ્યું કે, 2011 વિશ્વકપમાં તેના પ્રદર્શનને હંમેશા યાદ કરવામાં આવશે. સાથે 2007માં ટી20 વિશ્વકપ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડની એક ઓવરમાં છ સિક્સ પણ અવિશ્વસનીય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે