યુવરાજની નિવૃતી પર રોહિત શર્માએ કરી મહત્વની વાત, જાણો શું કહ્યું
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજ સિંગ સોમવાર (10 જૂન)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 વર્ષ પસાર કરનાર સિક્સર કિંગ યુવરાજ સિંહે સોમવારે નિવૃતીની જાહેરાત કરી હતી. તેના પર રમત ગમત પ્રધાને ટ્વીટમાં કહ્યું કે, ભારતને 22011માં વિશ્વકપ અપાવવામાં મહત્વનો ફાળો આપનાર યુવરાજ ઓલરાઉન્ડર ખેલાડી છે. તેના પર આપણે બધાને ગર્વ છે. તો ભારતીય ઓપનર રોહિત શર્માએ કહ્યું કે, યુવરાજ સારી વિદાયનો હકદાર હતો.
રોહિતે ટ્વીટ કરીને કહ્યું, 'તમને ખ્યાલ નથી કે આ દરમિયાન તમે શું મેળવ્યું છે. લવ યૂ ભાઈ, તમે સારી વિદાયના હકદાર હતા.' રોહિતના ટ્વીટ પર યુવરાજે જવાબ આપ્યો. તેણે લખ્યું, 'તમને ખ્યાલ છે મને અંદરથી શું અનુભવાય રહ્યું છે! લવ યૂ ભાઈ, તમે એક લેજન્ડ બનો.'
You don’t know what you got till its gone. Love you brotherman You deserved a better send off. @YUVSTRONG12 pic.twitter.com/PC2cR5jtLl
— Rohit Sharma (@ImRo45) June 10, 2019
You know how I feel inside ! Love u brothaman you go be a legend ❤️
— yuvraj singh (@YUVSTRONG12) June 10, 2019
ખેલ પ્રધાને યુવરાજને આપી શુભકામનાઓ
કિરણ રિજિજૂએ ટ્વીટમાં લખ્યું, 'પ્રિય યુવરાજ સિંહ, તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લીધી છે, પરંતુ તમે ભારત અને વિશ્વ ક્રિકેટમાં આઇકોન બન્યા રહેશો. તમે શાનદાર બેટ્સમેન, બોલર અને ફિલ્ડર રહ્યાં. અમને તમારા પર ગર્વ છે. તમને ભવિષ્ય માટે શુભકામનાઓ.'
Dear Yuvraj Singh, you may have retired from the competitive cricket game but you will remain a cricketing icon for every Indian & millions across the globe. What a batsman, bowler & fielder you have been!
We are proud of you👍
I extend my best wishes for your future endeavours! pic.twitter.com/mYc4iUgH21
— Kiren Rijiju (@KirenRijiju) June 10, 2019
યુવરાજ સિંહનું આતરરાષ્ટ્રીય કરિયર
યુવરાજ સિંહે તે વિશ્વકપની 9 મેચોમાં 362 રન બનાવવાની સાથે 15 વિકેટ ઝડપીને મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ભારતીય ટીમમાં યુવરાજ સાથે પોતાનું કરિયર શરૂ કરનારા મોટા ભાગના ખેલાડી નિવૃતી લઈ ચુક્યા છે. તેમાં કેફ, વીરૂ અને ઝહીર ખાન મુખ્ય છે. વર્ષ 2000માં કેન્યા વિરુદ્ધ નૈરોબી વનડેથી પોતાના વનડે કરિયરનો પ્રારંભ કરનારા યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં યુવરાજના નામે 3 સદી અને 11 અડધી સદી નોંધાયેલી છે. ટેસ્ટમાં તેણે કુલ 1900 રન બનાવ્યા હતા. વનડેમાં તેણે 14 સદી અને 52 અડધી સદીની મદદથી કુલ 8701 રન બનાવ્યા તો ટી20માં 8 અડધી સદીની મદદથી 1177 રન બનાવ્યા છે. ટેસ્ટમાં યુવરાજનો સર્વોચ્ચ સ્કોર 169, વનડેમાં 150 અને ટી20માં 77* છે. તેણે બોલિંગ કરતા ટેસ્ટમાં 11, વનડેમાં 1111 અને ટી20માં 28 વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે