Viral Video: પતિને ગરમી ન લાગે એટલે પત્નીએ બનાવ્યા નવરત્ન તેલમાં ભજીયા

દેશમાં અત્યારે પશ્ચિમ અને ઉત્તર ભારત કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકો પ્રવાહીનું ભરપૂર સેવન કરી રહ્યા છે 
 

Viral Video: પતિને ગરમી ન લાગે એટલે પત્નીએ બનાવ્યા નવરત્ન તેલમાં ભજીયા

નવી દિલ્હીઃ દેશમાં અત્યારે પશ્ચિમ અને ઉત્તર ભારત કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકો પ્રવાહીનું ભરપૂર સેવન કરી રહ્યા છે. આવી ગરમીથી બચવા માટે લોકો જાત-જાતના ઉપાય અજમાવી રહ્યા છે અને કેટલાક લોકો નવા-નવા અખતરાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે કે, તેને જોયા બાદ હસી-હસીને પેટ દુખી જતું હોય છે. 

આવો જ એક હાસ્યાસ્પદ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ભયંકર ગરમીથી પરેશાન પોતાના પતિને ઠંડક આપવા માટે એક પત્નીએ માથામાં લગાવવાના નવરત્ન તેલમાં ભજીયા તળીને તેના પતિને ખવડાવ્યા છે. 

80 લાખ વખત જોવાયો વીડિયો
એક પત્નીના તેના પતિ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો છે કે, અત્યાર સુધી 80 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. 

આ વીડિયો જોઈને તમને પણ લાગશે કે, ભારતમાં હુનરનો અભાવ નથી. એક બીજુ તમને હસવાનું પણ આવશે તો બીજી તરફ ઘેર-ઘેર છુપાયેલા આવા કલાકારોની પ્રશંસા કર્યા વગર પણ તમે રહી શકશો નહીં. જોકે, સ્માર્ટફોન માટેની નવી એપ્લિકેશન TikTok આવ્યા પછી આવા અસંખ્ય કલાકારો બહાર આવવા લાગ્યા છે. તેઓ લોકોને હસાવવા માટે જાત-જાતના અખતરા કરતા હોય છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news