અમીરગઢ News

શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા શિક્ષકોએ કર્યો નવતર પ્રયોગ અને જુઓ કેવું રહ્યું પરિણામ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી ખાટીસિતરા પ્રાથમિક શાળા આ શાળા અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલી છે અને અહીં મોટે ભાગે ડુંગરોમાં દૂર દૂર રહેતા વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે ફક્ત 171 રજીસ્ટર વિધાર્થીઓ ધરાવતી આ શાળામાં બાળકોને અનુરૂપ વાતાવરણ મળી રહે તે માટે શાળામાં અભ્યાસ સાથે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. જોકે શાળામાં મોટા ભાગના બાળકો ગેરહાજર રહેતા શિક્ષકો ચિંતિત બન્યા હતા અને તેમને શાળામાં વધારે બાળકો આવે તે માટે એક અનોખો પ્રયોગ અમલમાં મુક્યો જેમાં શિક્ષકો દ્વારા એક કેસરી કલરનો ધ્વજ અને બીજો લીલા કલરનો ધ્વજ લાવવામાં આવ્યો અને જેમાં લીલા કલરનો ધ્વજ વિધાર્થીઓ માટે અને કેસરી કલરનો ધ્વજ વિદ્યાર્થીનીઓ માટે રખાયો અને બાળકોને કહેવામાં આવ્યું કે જે દિવસે સ્કૂલમાં જેની સંખ્યા વધારે હશે તે આ ધ્વજ ફરકાવશે વિદ્યાર્થિનીઓની હાજર સંખ્યા વધુ હોય તો કેસરી ધ્વજ અને વિદ્યાર્થીઓની હાજર સંખ્યા વધુ હોય તો લીલો ધ્વજ ફરકાવવામાં આવે છે.ધ્વજ ફરકાવવાનો પ્રોજેક્ટ છેલ્લા 6 માસથી શાળામાં શરૂ કરાતાં પહેલા શાળામાં છાત્રોની સરેરાશ હાજર સંખ્યા 50 ટકા રહેતી હતી. જે વધીને અત્યારે 90 થી 95 ટકા રહે છે.
Jan 9,2020, 10:40 AM IST

Trending news