amirgadh

Dhanpura: ડેમ નજીક રમી રહ્યા હતા મામા-ફોઇના ભાઇઓ, પગ લપસતાં ડેમમાં ડૂબ્યા

મામા ફોઈના બે ભાઈ અશોકભાઈ રમેશભાઈ બુંબડીયા (ઉ.વ.15) અને સુરેશભાઈ રાવતા ભાઈ ડાભી (ઉં.વ.12) ગુરૂવાર સાંજે 4.00 કલાકના સુમારે બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમી રહ્યા હતા. તે દરમિયાન પગ લપસી જતાં બંને ભાઇઓ પાણીમાં ડૂબી ગયા હતા. 

Aug 6, 2021, 09:05 AM IST

ક્રાઈમ પેટ્રોલ જેવો કિસ્સો, અમીરગઢના જંગલમાંથી યુવક-યુવતીના કંકાલ મળ્યા, પાસે પડ્યું હતું એક પર્સ

  • ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલા અમીરગઢના સોનવાડી ગામના જંગલમાં યુવક યુવતીના કંકાલ મળી આવ્યા
  • બંને કંકાલ 20 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલા પ્રેમીપંખીડાઓના હોવાનુ પોલીસ તપાસમાં ખૂલ્યુ 

May 15, 2021, 09:34 AM IST
Protests By Students Of Khatisitara School In Amirgadh PT5M8S

અમીરગઢના ખાટીસિતરા શાળાના વિદ્યાર્થીઓના ધરણા

સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની સ્તર સુધારવા માટે કરોડોનો ખર્ચ કરીને ઉત્તમ પ્રકારની સગવડો આપવાના મસમોટા દવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની ખાટી સિતરા પ્રાથમિક શાળાના બાળકો પોતાના વાલીઓ સાથે સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પાલનપુર કલેકટર કચેરી આગળ ધરણા ઉપર બેઠા છે.

Jan 20, 2020, 05:55 PM IST
Bike rider died in accident near sarotra Amirgadh banaskatha watch video zee 24 kalak PT2M45S

બનાસકાંઠા: અમીરગઢના સરોત્રા નજીક અકસ્માતમાં બાઈક સ્લિપ થતા યુવકનું મોત

અમીરગઢના સરોત્રા નજીક અકસ્માત સર્જાયો. જેમાં બાઈક સ્લીપ થતા થયેલા અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત નિપજ્યું.

Jan 19, 2020, 10:50 PM IST
Banaskantha: New Innovative Idea For Student Present in School PT5M12S

શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા શિક્ષકોએ કર્યો નવતર પ્રયોગ અને જુઓ કેવું રહ્યું પરિણામ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી ખાટીસિતરા પ્રાથમિક શાળા આ શાળા અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલી છે અને અહીં મોટે ભાગે ડુંગરોમાં દૂર દૂર રહેતા વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે ફક્ત 171 રજીસ્ટર વિધાર્થીઓ ધરાવતી આ શાળામાં બાળકોને અનુરૂપ વાતાવરણ મળી રહે તે માટે શાળામાં અભ્યાસ સાથે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. જોકે શાળામાં મોટા ભાગના બાળકો ગેરહાજર રહેતા શિક્ષકો ચિંતિત બન્યા હતા અને તેમને શાળામાં વધારે બાળકો આવે તે માટે એક અનોખો પ્રયોગ અમલમાં મુક્યો જેમાં શિક્ષકો દ્વારા એક કેસરી કલરનો ધ્વજ અને બીજો લીલા કલરનો ધ્વજ લાવવામાં આવ્યો અને જેમાં લીલા કલરનો ધ્વજ વિધાર્થીઓ માટે અને કેસરી કલરનો ધ્વજ વિદ્યાર્થીનીઓ માટે રખાયો અને બાળકોને કહેવામાં આવ્યું કે જે દિવસે સ્કૂલમાં જેની સંખ્યા વધારે હશે તે આ ધ્વજ ફરકાવશે વિદ્યાર્થિનીઓની હાજર સંખ્યા વધુ હોય તો કેસરી ધ્વજ અને વિદ્યાર્થીઓની હાજર સંખ્યા વધુ હોય તો લીલો ધ્વજ ફરકાવવામાં આવે છે.ધ્વજ ફરકાવવાનો પ્રોજેક્ટ છેલ્લા 6 માસથી શાળામાં શરૂ કરાતાં પહેલા શાળામાં છાત્રોની સરેરાશ હાજર સંખ્યા 50 ટકા રહેતી હતી. જે વધીને અત્યારે 90 થી 95 ટકા રહે છે.

Jan 9, 2020, 10:40 AM IST

ડુંગરપુરની કેનાલમાંથી મહિલા પુરૂષનાં મૃતદેહ મળી આવતા ચકચાર

મૃતક પુરૂષ અને મહિલા સાથે બાઇક પણ મળી આવી છે, જો કે પોલીસ હાલ બાઇકનાં આધારે બંન્નેની ઓળખ કરવા માટેના પ્રયાસો કરી રહી છે

Oct 29, 2019, 04:30 PM IST
Banaskantha: Khoda RTO Chek Post Video Viral PT51S

બનાસકાંઠા: આરટીઓ ચેક પોસ્ટ પર રૂપિયા લેતો વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાના થરાદની ખોડા RTO ચેક પોસ્ટ પર રૂપિયા લેતો વીડિયો વાયરલ થયો છે. ટ્રકના પરમીટ તપાસ કરવાની ચેમ્બરમાં પૈસા લેવાઈ રહ્યા છે. RTO કચેરીમાં ખાનગી (ફોલ્ડર) ઇસમ રૂપિયા લઇ રહ્યો છે. RTO ચેકપોસ્ટ ઉપર ખાનગી માણસો રાખવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ખાનગી માણસો ઉઘરાણું કરી રહ્યા છે. થરાદ સાચોર હાઇવે પર આવેલ ખોડા RTO ચેક પોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો સામે આવ્યો છે.

Aug 29, 2019, 12:25 PM IST
Firing at amirgadh check post PT1M57S

અમીરગઢ ચેકપોસ્ટ પર ધોળે દિવસે ફાયરિંગ

અમીરગઢ બોર્ડર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ ચેકીંગ દરમ્યાન ગાડી રોકતા જ ગાડીમાં સવાર શખ્સોએ પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, અને ત્રણ શખ્સો હજી પણ ફરાર છે.

Jun 24, 2019, 11:55 AM IST

અમીરગઢ ચેકપોસ્ટ પર પંજાબના શખ્સોનું પોલીસ પર ફાયરિંગ, એક આરોપી પકડાયો

અમીરગઢ બોર્ડર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ ચેકીંગ દરમ્યાન ગાડી રોકતા જ ગાડીમાં સવાર શખ્સોએ પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, અને ત્રણ શખ્સો હજી પણ ફરાર છે. 

Jun 24, 2019, 10:45 AM IST
Banaskantha Bear Attack On Farmer In Balundra PT1M26S

અમીરગઢ: બાલુંદ્વામાં ખેડૂત પર રિંછનો હુમલો

બનાસકાંઠામાં રીંછનો વધુ એક ખેડૂત પર હુમલો કરવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના અમીરગઢમાં બાલુન્દ્રા ગામે બની છે, જેમાં એક ખેડૂત પર ખૂંખાર રીંછે હુમલો કર્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ખેતરમાં રાત્રીફેરી કરતા સમયે રીંછે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર ખેડૂતનું નામ ભાવાભાઇ રબારી છે. જેમને રીંછે પાછળથી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

May 1, 2019, 12:05 PM IST