Gujarat Weather Forecast: દેશમાં આકરી ગરમી વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન બગડશે. તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે, પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. એપ્રિલની શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનનો પારો 2-4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. ચાલો જાણીએ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગે શું આપ્યું છે ભયાનક એલર્ટ?
Gujarat Monsoon Update: ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તીવ્રતા વધી છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે. જેને કારણે હજુ આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક ઓફ શોર ટ્રફ કે જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી લંબાયો છે. તેને કારણે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
આગાહી વચ્ચે વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તિથલ બીચ પર 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Heavy Rains: હવામાન વિભાગની સાથે આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ વરસવાની આગાહી છે. જેમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન છે. સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા...રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. આજે વલસાડ, દમણ, દાદરાનગર નગર હવેલી, વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. આ સિવાય આજે તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં યેલો અલર્ટ અપાયું છે.
દક્ષિણમાં દેધનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે. હવેનો વરસાદ ભારે પવન અને આંધી સાથે તોફાની બનવા જઈ રહ્યો છે, તેનો અણસાર પણ દરિયામાં દેખાવા લાગ્યો છે.
Gujarat Monsoon 2024: અગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તિથલ બીચ પર 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ આગોતરી તૈયારી કરી દીધી છે.
Gujarat Weather Forecast: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે આગાહી કરી કે 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.
Gujarat Weather Prediction: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ માત્ર દક્ષિણ ગુજરાતમા જ વરસાદ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
Gujarat Monsoon 2024:દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. ગુજરાતના નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Forecast : આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ગઈકાલ રાતથી જ વરસાદની અસર શરુ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવશે. બુધ અને શુક્ર ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે. 17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. આજે ભીમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરશે.
Gujarat Weather Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ આવ્યો છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે સારા વરસાદની આગાહી છે. 17થી 22 જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે.
Gujarat Weather Forecast: રાજ્યમાં વરસાદ મામલે હજી રાહ જોવી પડશે. ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યું પણ હાલ નબળું પડ્યું છે. હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નવસારી સુધી પહોંચ્યું છે. આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નહીં. મધ્ય-દક્ષિણ ગુજરાત ane સૌરાષ્ટ્રમાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી છે. ગરમી મામલે પણ હાલ કોઈ ફેરફારની સંભાવના નહીં, તાપમાન યથાવત રહેશે.
રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસરના કારણે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં મોડી રાત્રે થોડો પણ સારો વરસાદ વરસ્યો હતો. પરંતુ હજુ સાંબેલાધાર વરસાદની મજા ક્યાંય જોવા નથી મળી. નદીઓમાં ઘોડાપુર, ડેમ ઓવરફ્લો, રોડ-રસ્તા અને ખેતરમાં પાણી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા નથી.
Gujarat Monsoon Forecast: હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વિધિવત પ્રવેશ બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. સરવાળે વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ વધ્યું છે. હાલ હવે એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નથી. માત્ર મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.
ગુજરાતમાં હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈ કોઈ શક્યતા દેખાઇ રહી નથી. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Monsoon 2024: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય, દક્ષિણ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનું અનુમાન છે. 13 જૂને જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે.
Gujarat Weather Update: ગુજરાતમાં આખરે વિધિવત રીતે આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાતમા નવસારી, ડાંગ અને વલસાડમાં આજે વરસાદનું આગમન થતા જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગે આ ખુશખબર આપ્યા છે.