આ વિસ્તારોના નીકળી જવાના છે છોતરાં! એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય! જાણો અંબાલાલની આગાહી

Gujarat Monsoon Update: ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તીવ્રતા વધી છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે. જેને કારણે હજુ આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક ઓફ શોર ટ્રફ કે જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી લંબાયો છે. તેને કારણે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
 

1/11
image

એક સિસ્ટમ ઉત્તર ભાગમાં શિયર ઝોનની અસર છે તેને કારણે વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં આજે પણ અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ શિયર ઝોનની અસર સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાની હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

2/11
image

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 26 તારીખથી ચોમાસાનું જોર ઓર વધશે, એટલું જ નહીં, જુલાઈમાં અંતમાં દરિયામાં કંઇક મોટું પણ થશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.

3/11
image

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જૂલાઈ સિસ્ટમ સક્રિય થશે. ઉત્તરગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે. 26 જૂલાઈથી ઉત્તરગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લૉ પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે. 

4/11
image

અમદાવાદ સહિત રાજ્યના ઓછા વરસાદ વાળા વિસ્તારને લઇ હવામાન વિભાગની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સાથે હવે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

5/11
image

આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હજુ પણ વધારે સ્ટ્રોંગ બનશે. ખાસ કરીને આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યભરમાં ઠંડરસ્ટોર્મની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે. હવામાન વિભાગ દ્વારા વરસાદી સિસ્ટમોને ધ્યાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં વિશેષ સુચના આપી દેવામાં આવી છે. હાલ માછીમારીઓએ પણ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

6/11
image

ગુજરાતમાં અનરાધાર વરસી રહેલાં વરસાદે હવે બધુ જ જળ તરબોળ કરી દીધું છે. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. દેવભૂમિ દ્વારકા હોય કે પછી સંસ્કાર નગરી વડોદરા ચોમેર મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સૌથી વધારે વરસાદની અસર હાલ ગુજરાતના સાઉથ ઝોનમાં જોવા મળી રહી છે. 

7/11
image

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેપિટલ ગણાતા સુરતમાં સતત વરસી રહેલાં ભારેથી અતિભારે વરસાદે સ્થિતિ વિકટ બનાવી દીધી છે. ભારે વરસાદને કારણે સુરતના કેટલાંય વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરત જ નહીં, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંખ્યા બંધ લોકોનું સ્થળાંતર કરવાની પણ તંત્રને ફરજ પડી છે.

8/11
image

આગાહી મુજબ આજે પણ સાઉથમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ચાલુ રહેશે. આજે પણ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને આધારે આ જિલ્લાઓમાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ-દાદરાનગર હવેલીમાં પણ પડશે અતિભારે વરસાદ. આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજ્યના પંચમહાલ, દાહોદ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહીને પગલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

9/11
image

મહત્ત્વનું છેકે, માત્ર સુરત શહેર નહીં પરંતુ, બુધવારે તો આખું દક્ષિણ ગુજરાત વરસાદમાં ભીંજાયું. ખાસ કરીને નવસારી, તાપી અને ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ક્યાંક નદીઓમાં પશુ તણાયા તો ક્યાંક મકાનો ધરાશાયી થયા. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ પાણીમાં તરબોળ થઈ ગયા. 

10/11
image

હાલ જે પ્રકારે ગુજરાત પર અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે એમાં પવનની ગતિ વધશે. 45 કિ.મી.થી લઈને 65 કિ.મી. સુધી રહેશે પવનની ઝડપ. તેજ રફતારથી ફૂંકાશે પવન. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા આજે પણ બોલાવશે ધડબડાટી. ગાજવીજ સાથે અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

11/11
image

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજકોટ, જામનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.