close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

આઇઆઇટી

ભારત પહોંચ્યુ મહા કોમ્પ્યુટર, તેની ખુબીઓ જાણીને કહેશો 'બાપ રે બાપ'

કૃત્રીમ મેઘામાં વિશ્વનાં સૌથી ઝડપી અથવા શક્તિશાળી સુપર કોમ્પ્યૂટર ડીજીએક્સ-2 ભારતમાં પણ આવી ગયું છે. તેને જોધપુર ખાતે ભારતીય ટેક્નોલોજી સંસ્થા (IIT) માં લગાવવામાં આવ્યું છે. તેના કારણે દેશમાં કૃત્રીમ મેઘા (આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ) પ્રશિક્ષણ ગતિવિધિઓને બળ મળવાની આશા છે. આઇઆઇટી જોધપુરમાં કોમ્પ્યુટર સાઇન વિભાગનાં અધ્યક્ષ ડૉ. ગૌરવ હરિતે કહ્યું કે, આ વિશ્વમાં પોતાની પ્રકારનાં સૌથી ઝડપી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ્લીકેશન્સ માટે સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર છે જે ભારતમાં પહેલીવાર આવ્યું છે. તેને અહીં એક વિશેષ પ્રયોગશાળામાં લગાવવામાં આવ્યું છે. 

Jun 16, 2019, 06:36 PM IST
JEE Advanced Result 2019 to be declared today PT50S

આજે જાહેર થશે JEE એડવાન્સનું પરિણામ

આજે JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. jeeadv.ac.in પરથી JEE એડવાન્સનું પરિણામ જાણી શકાશે. દેશભરની IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરિક્ષા લેવાઇ હતી. NTA અને IIT રૂરકીના ઉપક્રમે દેશની 23 IIT માં પ્રવેશ માટે મે મહિનામાં દેશભરની 12,000થી વધુ બેઠકો માટે પરીક્ષા લેવાઈ હતી. દેશભરમાંથી 1,50,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતમાંથી 8,000 જ્યારે અમદાવાદમાંથી 2,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

Jun 14, 2019, 09:40 AM IST

હવે તમારા AC ને ઘરેબેઠાં બનાવી શકો છો એર પ્યૂરીફાયર, IITના વિદ્યાર્થીએ ડેવલોપ કરી ટેકનિક

આઇઆઇટી (IIT) દિલ્હીના પૂર્વ વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સ સાથે મળીને એક એવી ટેકનિક શોધી કાઢી છે, જેથી પ્રદૂષિત હવાથી બચવા માટે તમારે અલગથી મોંઘા એર પ્યૂરીફાયર ખરીદવાની જરૂર નથી. સામાન્ય રીતે AC નો ઉપયોગ ઘરને ઠંડુ રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ હવે તમારા ઘરમાં લાગેલું એવી તમને ઠંડકની સાથે-સાથે પ્રદૂષણથી પણ બચાવશે. તેના માટે IIT ના વિદ્યાર્થીઓએ નૈનોક્લીન AC ફિલ્ટર બનાવ્યા છે જે AC ને એર પ્યૂરીફાયર બનાવી દેશે. 

Jun 10, 2019, 01:07 PM IST

એચડીએફસી બેંકે સોશિયલ સેક્ટરના 25 સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટસ ઓફર કરી

વર્ષ 2013માં આઈઆઈટી ખડગપુરના એક બાયોકેમિકલ એન્જીનિયર સુમિત મોહંતી ઝારખંડના એક નાનકડા ગામની મુલાકાતે ગયા. અહિંયા તેમને એવું જાણીને દુખ થયું કે ગામના નજીકના તળાવમાંથી પાણીનો ઉપયોગ કરવાના કારણે 3 બાળકોનાં મોત થયાં હતા. આ તળાવના દૂષિત પાણીને શુધ્ધ કરવાની કોઈ સગવડ ન હતી. આ ઘટનાથી તેમને પાણીના શુધ્ધિકરણનો સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય તેવો ઉપાય શોધવાની પ્રેરણા થઈ અને તેમને દૂષિત પાણીના શુધ્ધિકરણના ક્લિન ટેકનોલોજી પ્રોજેક્ટસમાં રસ પડયો. 

Jun 7, 2019, 09:33 AM IST

શહેરોને ભારે નુકસાનથી બચાવશે IIT ખડગપુરનો આ ભૂકંપ મેપ

ખડગપુરની IIT સંસ્થા. ખડગપુર IITના વૈજ્ઞાનિક એવો મેપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી જાણકારી મળી શકે કે ભૂકંપ આવવા પર કયા વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થાય છે.

Dec 24, 2018, 06:20 PM IST

PM મોદીએ કર્યું IIT-ભુવનેશ્વરનું ઉદ્ધાટન, ઓડિશાને આપી 14 હજાર કરોડની ભેટ

ઓડિશામાં સ્વાસ્થ્ય, રોડ-રસ્તા, ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી 14,500 કરોડ રૂપિયાનાં રોકાણની વિકાસ યોજનાઓનો પણ શુભારંભ કર્યો છે. આ યોજનાઓમાં 3,800 કરોડ રૂપિયાની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પારાદીપ- હૈદરાબાદ પેટ્રોલિયમ ઉત્પાદન પાઇપલાઇન પણ સામેલ છે.

Dec 24, 2018, 03:55 PM IST

વડોદરા:IIT દ્વારા લેવાતી શિષ્યવૃતિની પરિક્ષામાં બેઠક વ્યવસ્થામાં છબરડા, વાલીઓનો હોબાળો

આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા પરીક્ષામાં વિધાર્થીઓને બેસવા માટે યોગ્ય બેઠક વ્યવસ્થાનું આયોજન ન કરાતા વિધાર્થીઓને લોબીમાં બેસીને પરીક્ષા આપવાનો વારો આવતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

Oct 7, 2018, 12:58 PM IST

WhatsApp ના CEO બની શકે છે આ ભારતીય, ગૂગલમાં પણ કર્યો છે કમાલ

નીરજ અરોડા ગૂગલમાં હતા અને તેમને કંપનીમાં બિઝનેસ લાવવામાં માહિર ગણવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કંપની માટે અધિગ્રહણ અને સ્ટ્રેટેજીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. 

May 4, 2018, 12:26 PM IST

વ્હાઇટ કોલર જોબ છોડી IITનાં 50 વિદ્યાર્થીઓએ રાજકારણ શરૂ કર્યું

બહુજન આઝાદ પાર્ટી 50 લોકોનું એક જુથ છે, જે તમામ આઇઆઇટીમાંથી આવ્યા અને હવે રાજનીતિમાં આવવા માંગે છે

Apr 22, 2018, 08:11 PM IST