એચડીએફસી બેંકે સોશિયલ સેક્ટરના 25 સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટસ ઓફર કરી
Trending Photos
અમદાવાદ: વર્ષ 2013માં આઈઆઈટી ખડગપુરના એક બાયોકેમિકલ એન્જીનિયર સુમિત મોહંતી ઝારખંડના એક નાનકડા ગામની મુલાકાતે ગયા. અહિંયા તેમને એવું જાણીને દુખ થયું કે ગામના નજીકના તળાવમાંથી પાણીનો ઉપયોગ કરવાના કારણે 3 બાળકોનાં મોત થયાં હતા. આ તળાવના દૂષિત પાણીને શુધ્ધ કરવાની કોઈ સગવડ ન હતી. આ ઘટનાથી તેમને પાણીના શુધ્ધિકરણનો સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય તેવો ઉપાય શોધવાની પ્રેરણા થઈ અને તેમને દૂષિત પાણીના શુધ્ધિકરણના ક્લિન ટેકનોલોજી પ્રોજેક્ટસમાં રસ પડયો.
આ ક્ષેત્રે થોડાં વર્ષ કામ કર્યા પછી તેમણે ફાયકોલીંક ટેકનોલોજીસ નામના એક સ્ટાર્ટ-અપની સ્થાપના કરી, જેમાં શેવાળનો ઉપયોગ સ્થાનિક ઉદ્યોગોના અને દૂષિત પાણીને શુધ્ધ કરવા માટે કરવામાં આવ્યો અને તેના વડે તળાવો તથા અન્ય જળસ્થાનોના પાણી શુધ્ધ કરવામાં આવ્યા. આ ઉપાય ઓર્ગેનિક પ્રકારનો છે અને તેનો આસાનીથી ઉપયોગ થઈ શકે છે.
ફાયકોલીંક ટેકનોલોજીસનો એચડીએફસી બેંકે પરિવર્તન ગ્રાન્ટસ જે સ્ટાર્ટ-અપ્સને આપી છે તેવા 25 સ્ટાર્ટ-અપ્સમાં સમાવેશ થાય છે. આ ગ્રાન્ટ આપવાનો ઉદ્દેશ સામાજીક ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટ-અપ્સને લાંબાગાળાનું પરિવર્તન હાંસલ કરી શકે તેવા અનોખા ઉપાયો શોધવામાં સહાયરૂપ થવાનો છે. પહેલા ચરણમાં બેંકે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ઇન્ક્યુબેટર્સને રૂ. 10 કરોડનું વિતરણ કર્યું છે.
પરિવર્તનનો અર્થ બદલાવ થાય છે અને બેંક તેના દ્વારા સમાજમાં દૂરગામી પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ છે. આ પરિવર્તન માત્ર વિવિધ પ્રકારના સીએસઆર પ્રયાસોને માત્ર સહયોગ આપવાનો નથી, પરંતુ તેનાથી સીએસઆર હેઠળ ઉદ્યોગસાહસિક વ્યવસ્થાને પણ પ્રોત્સાહન મળે છે અને સામાજીક મુદ્દાઓ હલ કરવાના લાંબા ગાળાના ઉપાયો હાથ ધરી શકાય છે. આ ઉપાયો પર્યાવરણ, વેસ્ટ મેનેજમેન્ટ અને આરોગ્ય તથા શરીર સૌષ્ઠવ અંગેના હોઈ શકે છે.પરિવર્તન ગ્રાન્ટસ માત્ર મુંબઈ, પૂના કે દિલ્હીના સ્ટાર્ટ-અપ્સને અપાઈ નથી, પણ જમશેદપુર, ઓરિસ્સામાં કાલાહાંડી, કોચી, તિરૂવનંતપુરમ, હૈદ્રાબાદ જેવા કેટલાંક અન્ય શહેરોમાં પણ આપવામાં આવી છે.
એચડીએફસી બેંકના હેડ, સીએસઆર કુ. આશીમા ભટ્ટ જણાવે છે કે “પરિવર્તન ગ્રાન્ટસ એ આપણે જે સમાજમાં કામ કરીએ છીએ તેમાં લાંબા ગાળાના હકારાત્મક પરિવર્તન માટેની અમારી કટિબધ્ધતા છે. અમને એ જણાવતાં આનંદ થાય છે કે આ ગ્રાન્ટ માટે બેંકના મુખ્ય મૂલ્ય પર્યાવરણની જાળવણી (સસ્ટેનેબિલીટી) ને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટ-અપ્સ પસંદ કરવામાં આવ્યા છે. જે પર્યાવરણ વિકાસના ધ્યેય (SDGs), UNDP (યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) ને ધ્યાનમાં રાખીને કરાયા છે, જે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અમારા પ્રયાસોને પુનઃ દ્રઢ બનાવે છે. અમારા ગતિશીલ સ્ટાર્ટ-અપ ફંડ મારફતે અમે સાતત્યના આધારે આ પ્રવૃત્તિનો વ્યાપ વધારતા જઈશું અને મૂલ્યનું નિર્માણ કરે તેવા આઈડિયાઝમાં મૂડીરોકાણ કરીશું. આ પ્રથમ તબક્કો છે અને અમે અમારા પાર્ટનર્સ સાથે મળીને અમે સહયોગ આપી શકીએ તેવા સોશ્યલ સ્ટાર્ટ-અપ્સની મજબૂત પાઈપલાઈનનું નિર્માણ કરવાનું ચાલુ રાખીશું.”
સ્ટાર્ટ-અપ્સને ગ્રાન્ટ સંબંધિ પ્રતિભાવ આપતાં ગવર્નમેન્ટ, ઈ-કોમર્સ અને સ્ટાર્ટ-અપ્સના કન્ટ્રી હેડ- કુ. સ્મીતા ભગતે જણાવ્યું હતું કે “સ્ટાર્ટ-અપ્સ આપણે જે દુનિયામાં જીવીએ છીએ તેને નવા વિચાર અને નવા આકાર આપી રહ્યા છે. જે લોકો સોશ્યલ સેક્ટરમાં કામ કરે છે તે લાખો ભારતીય લોકોના જીવનમાં પ્રશંસનિય પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ છે. પરિવર્તન ગ્રાન્ટસ એ આ મજલમાં સહયોગ અને પ્રોત્સાહન આપવાનો અમારો એક પ્રયાસ છે, કારણ કે આ એક એવી મજલ છે કે જે સમાજમાં સાચુ પરિવર્તન લાવી શકે તેમ છે અને અમે આ લાંબા ગાળાની પરિવર્તન વ્યવસ્થાનો હિસ્સો બનવા માંગીએ છીએ.”
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે