તમારા Aadhaar પર 14 જૂન સુધી અપડેટ કરી લેજો આ માહિતી, બાકી વધી શકે છે મુશ્કેલી!

Aadhaar card : યુઆઈડીએઆઈ 14 જૂન, 2023 સુધી દેશના તમામ નાગરિકોને તમારા આધારમાં ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપડેટ કરવા માટે મફતમાં તક આપી રહી છે.

તમારા Aadhaar પર 14 જૂન સુધી અપડેટ કરી લેજો આ માહિતી, બાકી વધી શકે છે મુશ્કેલી!

જો તમારા આધાર કાર્ડમાં કોઈ ડૉક્યૂમેન્ટ અપડેટ કરવા માંગો છો, તો તમે હાલ મફતમાં આ અપડેટ કરી શકો છો તેના માટે કોઈ પૈસા આપવા પડશે નહીં. યુઆઈડીએઆઈ 14 જૂન, 2023 સુધી દેશના નાગરિકો માટે આધારમાં ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપડેટ કરવા માટે મફતમાં તક આપી રહી છે. સામાન્ય રીતે જોવા મળે છે તે આધાર વિગતો અપડેટ કરવા માટે 50 રૂ નો ચાર્જ લાગે છે. જો કે 14 જુન સુધી વેબસાઇટના માધ્યમથી ડેમોગ્રાફિક વિગતો ઓનલાઈન અપડેટ કરવી ફ્રી રહેશે.

એક વાતનું ધ્યાન રાખો કે આ સેવા ફક્ત myAadhaar પર મફતમાં મળી રહી છે અને ફિજિકલ આધાર કેન્દ્રો પર 50 રુપિયા ફીસ આપવાની રહેશે. ખાસ કરીને જે લોકોએ 10 વર્ષ પહેલા આધાર કઢાવ્યું હતું અને આજ સુધી ક્યારેય અપડેટ કર્યું નથી. તો તેમના પાસે હજુ પણ મફતમાં અપડેટ કરવાની તક છે.

ફ્રી સર્વિસનો ઉઠાવો ફાયદો
સૌથી પહેલા તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને https://myaadhaar.uidai.gov.in/ પર લોગ ઇન કરો.
તેના પછી ‘પ્રોસીડ ટૂ અપડેટ એડ્રેસ’ વિકલ્પ પસંદ કરો.
વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.
 માત્ર ‘ડૉક્યૂમેન્ટ અપડેટ’ પર ક્લિક કરો અને હાલની તમામ ડિટેલ્સ સામે આવશે.
એક આધાર હોલ્ડરને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આવશ્યકતા હોય છે , તો આગામી હાઇપરલિંક પર ક્લિક કરો.
આગલી સ્ક્રીનમાં, રહેવાસીએ ડ્રોપડાઉન સૂચિમાંથી ઓળખનો પુરાવો અને સરનામાના પુરાવા દસ્તાવેજો પસંદ કરવા પડશે.
સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને 'સબમિટ' બટન ક્લિક કરો. તે પછી દસ્તાવેજોને અપડેટ કરવા માટે તેની નકલો અપલોડ કરો.
આધાર અપડેટ વિનંતી સ્વીકારવામાં આવશે, અને 14 અંકનો અપડેટ વિનંતી નંબર (URN) જનરેટ કરવામાં આવશે.
આ પછી, અપડેટેડ POA અને POI દસ્તાવેજોની સૂચિ UIDAIની સત્તાવાર વેબસાઇટ પર દેખાશે.

આધાર એડ્રેસ અપડેટનું સ્ટેટસ અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) નો ઉપયોગ કરીને ચેક કરી શકાય છે. એકવાર અપડેટ થઈ ગયા પછી, તમે અપડેટેડ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટેડ આધાર કાર્ડ મેળવી શકો છો.

આ પણ વાંચો:
માર્કેટમાં આવી ગયો છે દુનિયાનો સૌથી પાતળો 5G ફોન! વાયરલેસ ચાર્જિંગ અને કિંમત પણ ઓછી
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news