ઇટ્સ માય સ્કુલ News

ઇટ્સ માય સ્કુલ: જુઓ સાવરકુંડલાની ડી.બી ગજેરા શાળાની ખાસિયતો
ઝી 24 કલાકનો પ્રોગ્રામ સ્કુલમાં આજે વાત કરીશું સાવરકુંડલાની ડી.બી.ગજેરા સ્કૂલ ની સ્કૂલ કરતાં કઈ રીતે અલગ છે. તકેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કઇ પ્રવૃત્તિમાં રસ છે. ભણતર સિવાય અહીં કઈ બીજી અન્ય પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવે છે. ડી.બી.ગજેરા સ્કૂલ માં એલ.કે.જીથી લઈને 12 સાયન્સ સુધીના ક્લાસીસ છે. અહીં કુલ 900 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડી.બી.ગજેરા સ્કૂલમાં ભણતર સિવાય સ્પોર્ટ્સને પણ મહત્વ આપવામાં આવે છે. અહીં ક્રિકેટ,વોલીબોલ, કબડ્ડી તેમજ અન્ય પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થીઓ રસલે છે. અને આ વિવિધ પ્રવૃત્તિઓને લઈને અહીંના વિદ્યાર્થીઓ માને છે કે, અમરેલીની બીજી સ્કૂલ કરતા ડી.બી.ગજેરા સ્કૂલ કંઈક હટકે છે.
Oct 16,2019, 19:15 PM IST
ઇટ્સ માય સ્કુલ: જુઓ આદિપુરમાં આર.પી.પટેલ ગુજરાત વિદ્યાલયની ખાસિયતો
કચ્છની શૈક્ષણિક નગરી એટલે આદિપુરમાં આવેલ ગુજરાત એજયુકેશન સોસાયટી સંચાલિત આર.પી.પટેલ ગુજરાત વિદ્યાલય એટલે અનોખી શૈક્ષણિક સંસ્થાન આ શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ ૯ થી ૧૨ નું ઉચ્ચતમ શિક્ષણ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે 1954માં શરૂ થયેલ આ સંસ્થા હાલમાં શહેરમાં એક આગવું સ્થાન ધરાવે છે આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં તબીબ, ઇજનેર અને રાજકારણ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે જે શાળાની કાર્ય ક્ષમતા અને અભ્યાસ કરાવવાની પધ્ધતિ શ્રેષ્ઠ હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યુ છે આ શાળામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃતિઓ એટલે કે રમત ગમત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્ઞાન વિજ્ઞાન ઉપરાંત જનરલ નોલેજ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
Oct 16,2019, 19:10 PM IST
ઇટ્સ માય સ્કુલ: જાણો ડભોઇની વિશ્વભારતી વિદ્યાલયની ખાસિયતો
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઇટ્સ માય સ્કુલમાં આજે અમે એક એવી શાળાની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે. જે ડભોઇ પંથકમાં છેલ્લા 34 વર્ષથી નામના ધરાવનાર વિશ્વભારતી વિદ્યાલય કાર્યરત છે. શાળા ભણતરની સાથે ઘડતરનું પણ ધ્યાન રાખે છે આ શાળામાં શાળાના સમયની શરૂઆતથી જ એક આધ્યાત્મિક અને શારીરિક ઇવેન્ટ કરાવી શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ સિનિયર કેજી થી ધોરણ ૧૨ સુધીની સફર શરૂ થાય છે આ શાળામાં વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તહેવારોમાં જન્માષ્ટમી નવરાત્રી જેવા પ્રસંગે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજી બાળકોના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં વિદ્યાર્થીઓને આ શાળામાં આવવાનું ખૂબ ગમે છે.
Oct 12,2019, 18:30 PM IST

Trending news