એનજીઓ News

દેશ પર આવી પડેલી આ સંકટની ઘડીએ અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોની વહારે
મહામુસીબતના સમયમાં નિર્દોષ લોકોની સેવા પ્રભુનગર સોસાયટીના લોકોએ માસ્ક બનાવી સોસાયટીમાં વહેચી ઘરમાં રહેવાની અપીલ કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરાનાની દહેશત છે ત્યારે કોરાના વાયરસ ભારતમાં દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના સુરતમાં પણ કોરાનાના પોઝીટીવ કેસ નોધાતા ફફડાટ મચી ગયો છે. લેભાગુ લોકો માસ્ક બ્લેકમાં વેચી રહ્યા છે ત્યારે આવા સમયે સુરતના મુળદ ગામની પ્રભુનગર સોસાયટીના લોકો ઘરેઘરે માસ્ક બનાવી લોકોને વિતરણ કરી સમાજસેવા કરી રહ્યા છે. સોસાયટીની મહિલાઓ અને યુવાનો આ મહામુસીબતના સમયમાં સમાજસેવા કરી રહ્યા છે. પ્રભુનગર સોસાયટીના રહીશો માસ્ક બનાવી ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે.
Mar 24,2020, 23:52 PM IST
વડોદરામાં વનવિભાગ દ્વારા મગરોની મતગણતરી શરૂ કરવામાં આવી
શહેરમાં અને આસપાસના વિસ્તારમાં મગર ગણતરી શરુ કરવામાં આવી છે, ત્યારે વન વિભાગે અલગ અલગ ઝોન મુજબ ૧૧ ટીમો બનાવી મગર ગણતરી હાથ ધરી છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વાંરવાર મગરો દેખાતા હોય છે. ક્યારેક વિશ્વામિત્રી નદીના કીનારે તો ક્યારેક આસપાસના ગામોના ખેતરમાં પણ મગર દેખાવાની બાબતો સામે આવે છે, ત્યારે દર ૫ વર્ષે વડોદરા વનવિ઼ભાગ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના ૧૯ કીમી ના વિસ્તારમાં મગર ગણતરી કરતા હોય છે. ગત ૫ વર્ષ પહેલા વડોદરા વનવિભાગની ટીમે ગણતરી કરી હતી ત્યારે ૩૭૦ જેટલા મગરોની સંખ્યા સામે આવી હતી. ત્યારે વન વિભાગની ટીમનું માનવુ છે. આ સંખ્યામાં વધારો થયો હશે.
Feb 8,2020, 20:27 PM IST

Trending news