કચરાના ઢગલામાં શોધખોળ News

અમદાવાદ: કચરાના વિશાળ ડુંગર તળે દબાઇ બાળકી, 24 કલાક છતા નથી મળી
  શહેરના પિરાણા ડમ્પિંગ સાઇટ પર શનિવારે સાંજે કચરાના ઢગલામાં 12 વર્ષીય  બાળકી દટાઇ હતી. જો કે 24 કલાક જેટલા સમય છતા પણ બાળકી મળી નથી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોડી સાંજે ભાઇ-બહેન કચરો વીણતા હતા ત્યારે કચરાનો ઢગલો પડતા બંન્ને દટાયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે મોડી રાત્રે ભાઇને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જ્યારે હજી સુધી 12 વર્ષીય બાળકીનો હજી સુધી કોઇ અતોપતો નથી. 9 વર્ષના બાળક અને 12 વર્ષની બાળકી બંન્ને ભાઇ બહેન પિરાણા ડમ્પિંગ સાઇટ ખાતે શનિવારે સાંજે કચરો વીણવા ગયા હતા.કચરો વીણતા વીણતા બંન્ને ભાઇ બહેન પર મોટો કચરાનો ડગલો પડ્યો હતો. જેમાં બંન્ને ભાઇ બહેન દટાયા હતા. 
Sep 27,2020, 22:18 PM IST

Trending news